ભુજના રાવલવાડી પોસ્ટ કાૈભાંડનો ભોગ બનેલા ખાતેદારો હવે લડી લેવા મક્કમ છે અને અાવા ખાતેદારોનો અાંકડો 250થી વધુ છે ત્યારે લોકો ડર્યા વગર અાગળ અાવે અને અેકજૂટ થાય તે માટે અેક બેઠક મળ્યા બાદ વધુ અેક બેઠક અાજે તા.5-8, શુક્રવારના મળશે.રાજ્યમાં બહુ ગાજેલા રાવલવાડી પોસ્ટ કાૈભાંડમાં સીબીઅાઇઅે અલગથી ફરિયાદ નોંધી તપાસ કરી રહી છે, જેને લાંબો સમય થવા અાવ્યો છે.
ખુદ સીબીઅાઇના સૂત્રોનું માનીઅે તો અા કાૈભાંડનો અાંકડો 20 કરોડથી વધી જાય તેમ છે ત્યારે જે ખાતેદારોઅે પોસ્ટ અોફિસમાં નાણાં રોક્યા હતા અને હાલે તેમના ખાતામાં અેક રૂપિયો પણ નથી તેવા ખાતેદારો હવે વ્યક્તિગત રીતે કાનૂની લડત લડવા માટે મક્કમ છે.
કલેક્ટર, સાંસદ, ભુજના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષાને અાવેદન તેમજ જે ખાતેદારો પાસે પાસબુક નથી તેવા ગ્રાહકો વતી પોલીસ સ્ટેશનમાં અારોપીઅો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા સહિતના મુદ્દે ચર્ચા કરવા માટે અેક બેઠક મળી ગયા બાદ વધુ અેક બેઠક તા.5-8-22, શુક્રવારના સાંજે 6થી 8 વાગ્યા સુધી કરશન વરસાણી, ઘનશ્યામ બ્લોક્સ, જેષ્ઠાનગર, ગણેશ ચોક-ભુજ ખાતે મળશે. ખાતેદારોને 9825397287 અને 9429896613 પર સંપર્ક કરવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.