મુલાકાત:આગામી વર્ષો ભારત, ગુજરાત અને કચ્છ માટે ખુબ સારા : નસ્તૂર બેજાન દારૂવાલા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં 2024માં નરેન્દ્ર મોદી અને 2022માં ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ ચૂંટણીમાં ભાજપને જીત અપાવશે
  • ચીન, પાકિસ્તાન સાથે પણ સંબંધો સુધરશે : દેશમાં નફરતનો માહોલ હવે શાંત થશે : કચ્છની મુલાકાતે આવેલા વિખ્યાત ભવિષ્યવેત્તાએ ભાસ્કર સાથે તમામ વિષયો પર કરી વાતચીત

અાગમી વર્ષો ભારત, ગુજરાત અને કચ્છ માટે ખૂબ જ સારા છે. નરેન્દ્ર મોદી 2024માં દેશમાં અને 2022માં ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં ફરી ભાજપને જીત અપાવશે તેવી ભવિષ્યવાણી નસ્તૂર બેજાન દારૂવાલાઅે કરી હતી. વિખ્યાત ભવિષ્યવેત્તા બેજાન દારૂવાલાના પુત્ર નસ્તૂર બેજાન દારૂવાલા જે ખૂદ અેક પ્રતિષ્ઠિત જ્યોતિષાચાર્ય છે.

ભાસ્કરની ગુરૂવારની ધર્મદર્શન અને રવિવારની રસરંગ પૂર્તિમાં પણ તેઅોની કોલમ પ્રસિધ્ધ થાય છે. તાજેતરમાં કચ્છમાં તેઅો માતાના મઢમાં અાશાપુરા માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે ભાસ્કર સાથે તેઅોઅે વિશ્વ, દેશ, ગુજરાત અને કચ્છની સાથે રાજકારણ, રમત-ગમત અને મરોરંજનના ભવિષ્ય ભાખ્યું હતુ. મુલાકાત વખતે તેમણે વિવિધ બાબતો અંગે માહિતી આપવા સાથે આગામી વર્ષો કચ્છની સાથે દેશ અને રાજ્ય માટે સારા જવાની વાત રજૂ કરી હતી. આ સાથે રાજકારણ, બોલીવુડ, સહિતની બાબતો અંગે પણ તેમણે મત રજૂ કર્યો હતો.

ભારતની વાત કરતા તઅેઅોઅે અાત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે 2022થી અાગમી સાત વર્ષ ભારત માટે ખુબ જ સારા છે. અા વર્ષોમાં ટેકનોલોજી, અાર્થિક સહિતના ક્ષેત્રોમાં પ્રગતિ થશે. ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ સુધરશે.

અા બધાનું અેકમાત્ર કારણ અે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કુંડળીમાં ગુરૂ, શુક્ર, મંગળ, બુધ મજબુત થશે. જેના લીધે નવા કાયદા અાવશે. પેટ્રોલ અને રાંધણગેસના ભાવ પણ નિયંત્રણમાં અાવશે. પ્રધાનમંત્રીનો ગુરૂ, નેપ્યુન અને યુરેનસ મજબુત હોવાથી ભારત પોતાના પાડોશી દેશ પાકિસ્તાનની અને ચીન સાથે સંબંધો સુધારશે. અમેરિકા સાથે મૈત્રી વધારે મજબુત થશે.

તો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીનું ભવિષ્ય અંગે દારૂવાલાઅે નિખાલસપણે કહી દીધું હતું કે તેઅોની સ્થિતિ વધારે સારી લાગતી નથી ! તેઅો સામે પક્ષમાં જ પડકાર ઊભો થાય અથવા પક્ષમાં જ ફાંટા પડી શકે છે. બીજીતરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાજપને ટક્કર અાપશે. જોકે ગુજરાતમાં અાપ ભાજપને ટક્કર નહીં અાપી શકે.કચ્છ વિશે તેઅોઅે કહ્યુ હતું કે હાલ કચ્છમાં સારો વરસાદ થઇ રહ્યો છે તેવી રીતે અાગામી ત્રણ વર્ષ પણ સારા જશે. અા ત્રણ વર્ષોમાં કચ્છમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસન સહિતના વિકાસ માટે સારા છે. કચ્છમાંથી કોઇ રાજકારણી કેન્દ્રીય કેબિનેટમાં જઇ શકે છે.

હાલ દેશમાં વધી રહેલા નફરતના માહોલ અંગે તેઅોઅે કહ્યું હતું કે અોગસ્ટ સુધીમાં માહોલ શાંત થઇ જશે.હાલ માધ્યમોના નવા રંગરૂપ અાવી રહ્યા છે તેની સામે અખબાર ટકી રહશે. ભલે ગમે અેટલા નવા માધ્યમો અાવે લોકો છાપુ વાંચવાનું બંધ નહીં કરે. જમીનોના ભાવ હજુ વધશે. શેરબજાર પાછુ ઊભુ થશે. હીરા ઉદ્યોગ વધશે. ટૂંક સમયમાં રોબોટ અાપણી જીંદગીમાં પ્રવેશ કરશેે. પાંચ વર્ષ ભારતીય ક્રિકેટ ટીમ માટે પણ સારા છે. વિરાટ કોહલીનું ફોર્મ નવેમ્બર મહિનાથી પાછુ અાવશે. હિન્દી ફિલ્મોમાં શાહરૂખ ખાન ફરી ઊભો થશે.

સલમાન ખાન પોતાની લોકપ્રિયતા જાળવી રાખશે. વિકી કાૈશલ અને ઋતિક રોશન પણ નામના મેળવશે. હાલ મનોરંજનના નામે જે અશ્લીલ વેબ સિરીઝ બનાવાય છે તે પણ હવે બંધ થશે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસ 10 વર્ષ સુધી મજબુત રહેશે. પણ અસલી શિવસેના ઉદ્ધવ ઠાકરે પાસે જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...