ઉત્સાહનો માહોલ:પાટણ ખાતે11 કરોડના ખર્ચે વીર મેઘમાયા મંદિર સ્મારકનું નિર્માણ થશે

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝુરામાં મેઘવંશી મારુ વણકર સમાજ દ્વારા બનાવાયેલા વીર મેઘમાયા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે ઉત્સાહનો માહોલ

ગુજરાતની ઐતિહાસિક રાજધાની અણહિલવાડ પાટણમાં જનહિતાર્થે બલિદાન આપનાર વીર મેઘમાયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારત- પાકિસ્તાન બોર્ડર પરના ભુજ તાલુકાના સરહદી ઝુરા ગામ ખાતે મેઘવંશી મારુ વણકર સમાજ- ઝુરાના લોકો દ્વારા બનાવાયેલ વીર મેઘમાયા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા અમદાવાદના સાંસદ ડો. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે “પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતી જસમા ઓડણના શ્રાપને લીધે પાણીનો અકાળ પડ્યો હતો.

જ્યોતિષીઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ-બલિદાન આપવામાં આવે તો સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી રહેશે. આથી સંવત 1194 મહા સુદ સાતમ ના રોજ પ્રાણી, પશુ પંખી, પ્રક્રુતિમાત્રના જનહિતાર્થે પાટણમાં સામાજિક સમરસતાના પ્રથમ અમર બલિદાની વીર મેઘમાયાએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું હતું.

ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003 મા પાટણ ખાતે વીર મેઘમાયાના મંદિરના દર્શન કરીને વીર મેઘમાયાના મહાન બલિદાનને ઉજાગર કરવા માટેનું સ્વપ્ન સેવ્યું હતું. જેને સાકાર કરવા માટે તેમણે વીર મેઘમાયાના ભવ્ય સ્મારક અને મંદિર નિર્માણ કાર્ય માટે 187 લાખ જેવી માતબર રકમ મંજૂર કરીને નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આજ દિન સુધી સરકાર દ્વારા રુપિયા 11 કરોડથી પણ વધુ રકમ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.

વધુ મા તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં 101 કરોડના ખર્ચે અમેરિકાની ધરતી પર અધતન શૈક્ષણિક સુવિધાઓ સાથે વીર મેઘમાયા મંદિરનું નિર્માણ કાર્ય શ્રધ્ધાળુઓના સહકાર થી કરવામાં આવશે. સાંસદ વિનોદભાઈ ચાવડા એ 3 લાખ રુપિયાની સાંસદ ગ્રાન્ટ ફાળવણી કરીને ઝુરા ખાતેના અનુસૂચિત જાતિ વિસ્તારમાં “ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવીને શિક્ષણિક પ્રવુતિ ને આગળ ધપાવવા માટેનો પ્રયાસ કર્યો છે જેની સરાહના પણ કરી હતી.

ઝુરા ગામ ખાતે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર ગામમાં વીર મેઘમાયાની શૌભા યાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે રાત્રે સંતવાણી ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, જિલ્લાના તમામ રાજકીય, સામાજિક આગેવાનો હાજર રહ્યા ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...