ધરપકડ:કચ્છમાં છ સ્થળોએ તસ્કરીને અંજામ આપતી વરસામેડીની ટોળકી ઝડપાઇ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેત્રમના સીસીટીવી કેમેરાના આધારે કારનું પગેરૂ દબાવતાં ભુજ એલસીબીને મળી સફળતા
  • કોટડા (ચ), ​​​​​​​માનકુવા, ગઢશીશા, મુન્દ્રા, પધ્ધર પોલીસની ચોરીનો ભેદ ઉકેલી લેવાયો

ભુજ તાલુકાના કોટડા ચકાર, કેરા, દહિંસરા, ગઢશીશાના શેરડી, મુન્દ્રાના ટપ્પર, સહિતના વિસ્તારોમાં કેબીન, દુકાનોમાં ચોરીને અંજામ આપતી અંજારના વરસામેડી ગામની ગેંગને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડીને છ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે.

એલસીબીએ કોટડા ચકારમાં દુકાન કેબીનના તાળા તોડી રસકસ સહિતના મુદામાલની ચોરી થઇ હતી. તેની તપાસમાં હતી તે દરમિયાન નેત્રમ સીસીટીવી કેમેરાના આધારે કારની શોધખોળ આદરી હતી. જે કાર મુળ બિહારના હાલ અંજાર તાલુકાના વરસામેડી ગામે રહેતા કુંદનસિંઘ કુશુસિંઘ ઉર્ફે કુશેશ્વરસિંઘ રાજપુતના ઘર પાસે પડી હોવાની બાતમી મળતાં એલસીબીએ છાપો મારીને કુંદનસિંઘને તેમજ મુળ યુપીના હાલ વરસામેડી ખાતે ભોલેનાથ સોસાયટીમાં રહેતા. નિરજ મેડવા (ઉ.વ.33)ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ મુંદરા, માંડવી અને ભુજ તાલુકાના છ ગામોમાં ચોરી કરી હોવાનું કબુલી લીધું હતું.

તેમજ ચોરાઉ માલ વરસાણામાં આવેલી સીનુ રેસ્ટોરન્ટમાં વેચી દીધો હોવાનું કબૂલી હતું. એલસીબીએ મુળ યુપીના હાલ વરસાણા ચોકડી રહેતા રેસ્ટોરન્ટના માલિક શિમ્મુ રામપ્રસાદ પાલ (ઉ.વ.22)ની પણ ધરપકડ કરી લીધી હતી. એલસીબીએ આરોપીઓના કબજામાંથી રોકડ રૂપિયા 49,160, બે મોબાઇલ કિંમત રૂપિયા 5,500 તેમજ બે લાખની કાર, અને રસકસની દુકાનમાંથી ચોરેલો 3,583 ઉપરાંત ચોરીમાં વપરાયેલ મુદામાલ કબજે કરીને આરોપીઓને ભુજ એ ડિવિઝન પોલીસ મથકને સોંપીને આરોપીએ અંજાર તથા રાપર પોલીસના ચેઇન સ્નેચીંગના ગુનાની તપાસ માટે ગાંધીધામ પોલીસને જાણ કરી છે.

આરોપી વિરૂધ લૂંટ વીથ હત્યા સહિત 5 ગુનાઓ નોંધાયા છે
પકડાયેલા આરોપી કુન્દનસિંઘ સામે મુંદરા પોલીસ મથકે 2006માં નોંધાયેલાં લૂટ વીથ હત્યાના ગુના સાથે મુંદરા, રાપર, અંજાર અને ગાંધીધામ પોલીસ મથકમાં ચોરી-ચીલઝડપ સહિત પાંચ ગુનાઓ નોંધાયા છે.

તસ્કર ટોળકી રાત્રીના હાઇવે પરની દુકાનોમાં કરતા હતા ચોરી
પકડાયેલ તસ્કરો રાત્રીના ભાગે કારથી નીકળીને હાઇવે રોડ પરના ગામોની દુકાનનો અને કેબીનોને નિશાન બનાવને ચોરીને અંજામ આપતા હતા.

અન્ય સમાચારો પણ છે...