મેડિકલ કેમ્પ યોજાશે:લમ્પી સ્કીન બીમારીને નાથવા લાખાપર, દેદરાણી, મોટા ભાડારામાં ગૌવંશને રસીકરણ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે કાનેર, વિરાણી, લક્ષ્મીરાણી, ખરોડામાં યોજાશે મેડિકલ કેમ્પ યોજાશે

કચ્છમાં ગાૈવંશમાં વકરી રહેલા લમ્પી સ્કીન રોગચાળાને નાથવા માટે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા લખપત તાલુકાના લાખાપર ,દેદરાણી તથા મોટા ભાડારામાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં ગાયોને રસીકરણ સાથે દવા, સારવાર સાથે તબીબી માર્ગદર્શન અપાયું હતું. તા.3-8,બુધવારે તાલુકાના કાનેર, વિરાણી, લક્ષ્મીરાણી, ખરોડામાં મેડિકલ કેમ્પ યોજાશે.

વેટરનરી ડો. કે.એચ. આગલોડિયાના માર્ગદર્શન હેઠળ રોગગ્રસ્ત ગાયોની સ્થળ પર જ સારવાર કરવામાં આવી રહી છે અને લોકોને અંધશ્રધાથી દુર રહી ગાૈવંશને રસીકરણ સાથે સારવાર અપાવવા સમજાવવામાં અાવી રહ્યા છે.

કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષણ વિજય રાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા મેડિકલ કેમ્પમાં સામાજિક વનીકરણ રેન્જ દયાપરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.એન. દેસાઈ તથા રેન્જ ઓફિસના સ્ટાફે સેવા અાપી હતી. દયાપર પશુ દવાખાનાની સમગ્ર ટીમ જીવીકે 1962ની પાંચ ટીમ અને સાથે સાથે ડીએમએફની એક ટીમ પણ જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...