સમસ્યા:કેન્દ્રીય ખાતર મંત્રીની હાજરી વચ્ચે જ કચ્છમાં યુરિયાની તંગી

નિરોણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાગડમાં લાઇનો લાગ્યા બાદ હવે પશ્ચિમ કચ્છમાં તેવી જ સ્થિતિ
  • નિરોણા ડેમમાંથી પાણી છોડવાની સાથે જ સર્જાઇ ખાતરની વિકટ સમસ્યા

કચ્છમાં રવિ પાકની વાવણીની સિઝન ચાલી રહી છે. ત્યારે જ અનેક તાલુકામાં ખાતરની અછત છે. ચોંકાવનારી વાત અે છે કે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવીયા ગુરૂવારે કચ્છમાં હતા, ત્યારે જ નિરોણામાં ખાતર માટે ખેડૂતોની લાઇનો લાગી હતી.

ખેતી અને પશુધન વ્યવસાય પર આધારિત નિરોણા પંથકમાં સારા વરસાદ બાદ ખેડૂતોએ મોટા પાયાપર વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. વાવેતેર કરેલા પાકોના વિકાસ માટે અતિ આવશ્યક યુરિયા ખાતરની જરૂરિયાતના સમયે અછત સર્જાતા ખેડુતોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પંથકના મોટા ભાગના ગામોને નિરોણા સહકારી મંડળી દ્વારા ઇફકો ઉત્પાદિત યુરિયા ખાતર પૂરો પાડવામાં આવે છે.

પરંતુ તંત્ર દ્વારા આ મંડળીને જરૂરિયાત મુજબનો પુરવઠો મળતો નથી. ઉપરાંત હાલ નિરોણા ડેમનું પાણી સિંચાઈ માટે શરુ થયો છે, જેથી માંગમાં ભારે વધારો થયો છે. પરિણામે ઓછા જથ્થાના કારણે મર્યાદિત ખેડુતોને યુરિયા ખાતર મળે છે. જ્યારે યુરિયા ખાતરની ગાડી મંડળીમાં આવે ત્યારે ખાતર મેળવવા ખેડુતો વહેલી સવારે લાઇનમાં ગોઠવાઈ જાય છે. આમ ખેડુતોને ખેતીનું કામ મૂકી ખાતર માટે લાઈનોમાં ઉભવુ પડી રહ્યું છે. ખાતરની અછતના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...