અડધા ગુજરાતમાં કડાકાભડાકા સાથે માવઠું:કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર-દક્ષિણમાં કરા સાથે ધોધમાર, પાટણમાં બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાયા

કચ્છ (ભુજ )6 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહીને લઇને રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, દાહોદ, વલસાડ, દેવભૂમી દ્વારકા, ગાંધીનગર અને જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. કચ્છ જિલ્લાના ભુજ, માંડવી, અબડાસા અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે. તો રાપર તાલુકાના હાઇવે પટ્ટીના ગાગોદર અને આસપાસના ગામોમાં કરા સાથે ભારે વરસાદ ખાબકી પડ્યો છે. ફાગળ માસમાં એકધારો વરસાદ પડતા વાગડના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પવન સાથે પડેલા અડધાથી પોણો ઇંચ જેટલા વરસાદથી માહોલમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો ઇસબગુલ, કપાસ અને જીરું સહિતના પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો પાટણ શહેરમાં બી એમ હાઇસ્કુલ માર્ગ પર વરસાદી પાણી ભરાવાના કારણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જોકે, પાટનગર પાલિકા વિપક્ષના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાને જાણ કરાતા તેઓએ તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરી વાહન શાખામાંથી ટ્રેક્ટર તેમજ અન્ય વાહનો મારફતે સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સહી સલામત બહાર નીકાળ્યા હતા. તો પાટણ શહેરના રેલ્વે ગનાળા નીચે પાણી ભરાઈ જતા માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો.

કરા સાથે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ કચ્છના અનેક સ્થળે કમોસમી વરસાદ પડ્યો છે. ભુજ, માંડવી અને અબડાસાના અમુક ગામોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જ્યારે પૂર્વ કચ્છના રાપર તાલુકાના હાઇવે પટ્ટીના ગાગોગર, માણાબા, મેવાસા, કાનમેર અને સાય વગેરે ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. ખાસ કરીને માણાબા અને મેવાસામાં મોટા-મોટા સફેદ બરફના કરા પડતા માર્ગ પર મોતી વેરાયા હોય એવા દ્રષ્યો સર્જાયા હતા. તેમજ એકધારો વરસાદ પડતાં આ વિસ્તારના અનેક ગામોના ખેતરમાં પાણી ભરાયા છે.

કચ્છ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાયા.
કચ્છ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાયા.

ભરઉનાળે ચોમાસુ હવામાન સર્જાતા આશ્ચર્ય
બીજી તરફ દાહોદ જિલ્લા સહિત પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ફાગણ મહિનામા અષાઢ જેવો અનુભવ થઈ રહ્યો છે.ત્યારે ગરબાડા તાલુકા સહિત આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને સાથે પંથકમાં કરા પડતા ભર ઉનાળે ચોમાસુ જામ્યું હતું. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થઈ રહ્યુ છે.

શેરીઓમાં નદીઓ વહેતી થઇ.
શેરીઓમાં નદીઓ વહેતી થઇ.

બેવડી ઋતુ બીમારીઓ નોતરશે
દાહોદ જિલ્લામાં ગતરોજ સર્વત્ર કમોકસમી વરસાદની સાથે અડધો ડઝન જગ્યાએ વીજળી પડતા બે વ્યક્તિઓ અને 9 મુંગા પશુઓના મોત પણ નીપજ્યાં હતાં. શનિવારે પણ સવારના સમયે ઠંડક પ્રસરી હતી તેમજ તડકો પણ કુંણો પડ્યો છે ત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થવાની સંભાવના છે.

ફાગણમાં અષાઢ જેવો માહોલ,
ફાગણમાં અષાઢ જેવો માહોલ,

ધરમપુર અને કપરાડા વરસાદ
આ તરફ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. માર્ચ મહિનામાં રસ્તાઓ પાણી પાણી જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોને ગરમીમાં રાહત અનુભાઈ હતી. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ખેતીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

કમોસમી વરસાદને લઇ ખેડૂતોની ચિંતા વધી.
કમોસમી વરસાદને લઇ ખેડૂતોની ચિંતા વધી.

પાટણ-પાલનપુરમાં ધોધમાર
ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડા, અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારમા કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા, ઘઉં રાયડો એરંડા જીરું બટાકા સહિતના તૈયાર પાકોના લેવાના સમયે વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો પાટણમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. પાટણ જિલ્લામાં પાટણ, સાંતલપુર, રાધનપુર, શંખેશ્વર, ચાણસ્મા સહિતના પંથકમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાતા ખેડૂતો વિમાસણમાં મુકાયા હતા. તો પાટણ શહેરમાં બી એમ હાઇસ્કુલ માર્ગ પર વરસાદી પાણી ભરાવાના કારણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાતા પાટનગર પાલિકા વિપક્ષના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાને જાણ કરાતા તેઓએ તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરી વાહન શાખામાંથી ટ્રેક્ટર તેમજ અન્ય વાહનો મારફતે સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સહી સલામત બહાર નીકાળ્યા હતા. તો પાટણ શહેરના રેલ્વે ગનાળા નીચે પાણી ભરાઈ જતા માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો.

હવામાન વિભાગની આગાહીને લઇને રાજ્યભરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઇ રહ્યો છે. ગઇકાલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં તો વીજળી પડતાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે અરવલ્લી જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. જે વિગતે વાંચીએ નીચેના ફકરામાં...

રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ.

ગઇકાલે અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા પંથકમાં ભારે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને મોડાસા અને માલપુર તાલુકામાં વ્યાપક પ્રમાણમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેતીવાડીમાં વધારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ઉમેદપુર ગામે ખેડૂતો ખેતરમાં ઘઉં કાઢવાની તૈયારીમાં હતા. ત્યાં એકાએક વરસાદ તૂટી પડતા વાઢેલા ઘઉં સંપૂર્ણ પલળી ગયા હતા. ગામ આસપાસની નદીઓ પણ બે કાંઠે વહી હતી. ટીંટોઇમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખેતીમાં ખાસ ઘઉં, ચણા, દિવેલા અને કપાસનો પાક પલળી જતાં ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. ત્યારે ભીલોડા પંથકમાં બુઢેલી ગામે વીજળી પડવાથી ઘેટાં-બકરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક 45 વર્ષીય આધેડનું મોત થતા પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે.

વણીયાદ-મોડાસા માર્ગ પર બરફની ચાદર.
વણીયાદ-મોડાસા માર્ગ પર બરફની ચાદર.

સમગ્ર રસ્તો બરફની ચાદરથી ઢંકાયો
મોડાસાના વણીયાદ પંથકમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. જ્યાં હાલ ધોધમાર વરસાદ પડતાં વણીયાદ-મોડાસા માર્ગ જાણે કાશ્મીર બની ગયું હોય તેમ રસ્તા પર કરાની ચાદર પથરાઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શિમલા-કુલુ મનાલીને પણ ફિક્કુ પાડે તેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

કંવાટમાં કરા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ.
કંવાટમાં કરા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ.

કવાંટમાં વરસાદે ધબધબાટી બોલાવી
છોટા ઉદેપુર જિલ્લામાં સાંજના સમયે કમોસમી વરસાદ પડ્યો હતો. કેટલાક ઠેકાણે કરા પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્વાંટના નાની ટોકરી, ચિચબા, કસરવાવ, આમસોટામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપરાંત સમલવાંટ ગામે જોરદાર કરા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે પાવી જેતપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

સંતરામપુરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.
સંતરામપુરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.

સંતરામપુરમાં ભર ઉનાળે ચોમાસો જામ્યો
મહીસાગર જિલ્લાના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી પલટો જોવા મળી રહ્યો હતો. ત્યારે શુક્રવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે એકાએક આકાશમાં કાળા વાદળો છવાયા બાદ જિલ્લાના સંતરામપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અંદાજીત 20થી 30 મિનિટ જેટલા સમય સુધી પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને સંતરામપુર ગ્રામ્ય પંથકમાં હાલ રવિ પાકની કાપણી ચાલી રહી છે. તેવામાં કાપણીના સમયે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતની ચિંતામાં વધારો થયો છે.

ડાંગમાં વીજળી પડતાં એક બાઇક સવારનું મોત.
ડાંગમાં વીજળી પડતાં એક બાઇક સવારનું મોત.

આકાશી વીજળી પડતાં બાઇક સવારનું મોત
ડાંગ જિલ્લામાં ફાગણ માસમાં ગાજવીજ સાથે માવઠું પડતાં અષાઢી માહોલ સર્જાયો હતો. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ગાયગોઠણ ગામે આકાશી વીજળી પડતાં એક બાઇક સવારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક ગંભીર રીતે દાઝી જતા આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...