લૂંટ:મઉં નજીક હોલસેલના વેપારીની ગાડી રોકી અજાણ્યા ઇસમો 80 હજાર લૂંટી ગયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંજના સમયે રોડ વચ્ચે બાઈક રાખી છરીની અણીએ બનાવને આપ્યો અંજામ

માંડવીના હોલસેલના વેપારીની ગાડીને રોકી મોટી મઉ નજીક અજાણ્યા શખ્સોએ રૂપિયા 80 હાજાર લૂંટી લીધા હતા. માંડવીના બાગ ગામના ફરિયાદી ભાવિનભાઈ મણિશંકર નાકરે ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું કે માંડવીના શેઠ ગીરીશ મારાજની મહિન્દ્રા જીતો ગાડી લઇ બપોરના સમયે બાગ ગામના સમીરભાઈ સુમરા સાથે ગઢશીશા અને મઉં વિસ્તારમાં ફેરી કરવા નીકળ્યા હતા.

સાંજે સાડા છ વાગ્યાના અરસામાં મોટી મઉં ગામથી દેવપર જવા નીકળ્યા હતા.એ દરમિયાન દેવપર રોડ પર બે બાઈક ઉભા રાખી ચાર લોકો મોઢા પર રૂમાલ બાંધી ઉભા હતા. ફરિયાદીની ગાડી રોકાવી આરોપીઓએ છરીની અણીએ પર્સમાં રાખેલ રૂપિયા 80,351 ની લૂંટ કરી અજાણ્યા ઈસમો બાઈક લઇ કોટડા ગામ તરફ નાસી ગયા હતા. .બનાવને પગલે ગઢશીશા પોલીસે અજાણ્યા ચાર ઈસમો વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...