શહેરની ભાગોળે ગણેશ કાંટાની સામે ધોળકિયા સ્કૂલ પાસે આવેલા ત્રણ રસ્તા પાસે બેકાબુ ટ્રક ચાલકે બાઈકને હડફેટમાં લેતા તેના પર સવાર યુવાનનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું છે.જ્યારે પાછળ બેઠેલો ભત્રીજો ઘવાયો હતો. બી ડિવિઝન પોલીસમાંથી મળેલી માહિતી પ્રમાણે, ખારસરા ગ્રાઉન્ડ પાસે મુસ્કાનનગરમાં રહેતા 49 વર્ષીય અબ્દુલ સકુર અલ્હેમાન ખત્રીએ બનાવ અંગે આરોપી ટ્રક નં. જીજે 12 Z 4636ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
આરોપીએ પોતાની ટ્રક પુરઝડપે ચલાવીને KGN નગરમાં રહેતા ફરિયાદીના 46 વર્ષીય નાના ભાઈ ઓસમાણ ગની અલ્હેમાન ખત્રીની બાઈક નંબર જીજે 12 ED 7383 સાથે ટકકર મારતા બાઈક ટ્રકના આગળના ટાયર નીચે આવી ગઈ હતી.
જે બનાવમાં ઓસમાણને માથાના ભાગે અને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સારવાર કારગત સાબિત થાય તે પહેલા જ મોત નિપજ્યું હતું.જ્યારે બાઈક પાછળ ફરિયાદીનો દિકરો બેઠો હોઈ તેને હાથ અને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી.ધોળે દિવસે અકસ્માત સર્જ્યા બાદ આરોપીચાલક સ્થાનિકે ટ્રક મુકીને નાસી ગયો હતો.જેથી બનાવ સ્થળે પણ લોકો એકત્ર થઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.