ખાનગી એકમનું સેવાકાર્ય:અબડાસાના મોહાડીમાં અબોલ પશુઓ માટે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીએ વિનામૂલ્યે ઘાસચારાનું વિતરણ કર્યુ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી એકમ દ્વારા સદકાર્ય હાથ ધરવામાં આવતા સ્થાનિકોએ આવકાર્યું

અબડાસા તાલુકામાં ઔદ્યોગિકરણના પગલે સામાજિક, આરોગ્ય, આજીવિકા અને શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસ કરવા અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ-સેવાગ્રામ સિમેન્ટ વર્કસ-વાયોર દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે તાલુકાના ગરડા પંથકમાં આવેલા અંતરિયાળ વિસ્તારના ગામમાં અબોલ પશુ માટે તેમના દ્વારા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વિસ્તારમાં કાર્યરત અલ્ટ્રાટેક એકમના કોમ્યુનિટી વેલ્ફેર ફાઉન્ડેશન, યુનિટ સેવાગ્રામ સિમેન્ટ વર્કસ દ્વારા અબડાસાના મોહાડી જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ગામોમાં પશુઓના ઘાસ-ચારાની વ્યવસ્થા કરવા માટે આર્થિક સહાય કરવામાં આવી હતી. આ કાર્ય દ્વારા અંદાજિત 1200 અબોલા પશુઓ માટે લાભદાયી થશે. ખાસ કરીને હાલના ઉનાળાની કપરી પરિસ્થિતિમાં પશુપાલકોને ઘાસચારાની સમસ્યા સતાવી રહી છે. તે દૂર કરવા કંપની દ્વારા આર્થિક સહાય કરવામાં આવી હતી. ઉપરાંત આ વિસ્તારમાં ગ્રામજનો અને પશુ માટે નિતમીય રીતે પીવાનું પાણી પણ ટેન્કર મારફતે પૂરું પાડવામાં આવે છે.

ઘાસચારા વિતરણ કાર્યક્રમમાં ગામના ઉપસરપંચ જત હોતખાન સિધિક, આગેવાન સિધિકભાઈ, નુરમામદ, અબ્દુલ કરીમ, પશુપાલકો અને અલ્ટ્રાટેક સિમેન્ટના કર્મચારી પ્રશાંત મૈતીજી, રમેશ પટેલ, જ્યોત્સના ગોસ્વામી, ખેતુભા હાજર રહ્યા હતા. ગામની મહિલા, પશુપાલકો અને આગેવાનો દ્વારા આ કાર્યની પ્રશંસા કરવામાં આવી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...