આધુનિકતાના યુગમાં અનેક લોકો સમયનું બહાનું આપી પરજીવની મદદ માટે સંવેદનહીન બની જતા હોય છે. પરંતુ કેટલાક લોકો પોતાનું જીવન પરહિત કાજે જીવતા હોય છે. જે જરૂરતમંદ લોકોને સાચી દિશા બતાવી જાય છે. આવી જ ઘટના ભચાઉ પાસે પ્રકાશમાં આવી છે. જેમાં સેવાભાવી લોકોની સંઘ ભાવનાથી હાઇવે પર ભટકતા બે વ્યક્તિને યોગ્ય જીવન પ્રાપ્ત થયું હતું.
સામખીયાળીના સેવાભાવી દયારામ મારાજ માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને થાળે પાડવાનું ઉમદા કાર્ય કરે છે. ત્યારે તેઓને ગઈકાલે ફરજ પર રહેલા ટ્રાફિક પોલીસે રખડતા વ્યક્તિની જાણ કરી હતી. જેના પગલે સેવભાવીએ ભચાઉ આવી તેની શોધ કરી હતી પરંતુ માનસિક અસ્વસ્થ વ્યક્તિ હાથ લાગ્યો ના હતો. જેના પગલે અન્ય મિત્રોને વાત કરી સહયોગ માંગ્યો હતો.
ભચાઉથી વરસાણા સુધીના ધોરીમાર્ગ પર જોવા મળતા વ્યક્તિની શોધખોળ માટે સોશિયલ મીડિયામાં જાણકારી શેર કરવામાં આવી અને તેના મિત્રોએ સવારથી સાંજ સુધી પોતાનું કામ મૂકી હાઇવે માર્ગની હોટેલો પર ફરી માનસિક અસ્વસ્થ વ્યક્તિની સાથે અન્ય એક ભટકતું જીવન જીવતા યુવકને શોધી લાવી, સેવાભાવી મારાજની સાથે નવડાવી, નવા કપડાં પહેરાવી જમાડયો હતો.
જેમાં એકને સામખીયાળીની ચામુંડા હોટેલ ખાતે રહેવા જમવાની સાથે રોજગારની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જ્યારે અન્ય વ્યક્તિને પોલીસ વેરીફિકેશ બાદ ગાંધીધામની અપના ઘર આશ્રમમાં પહોંચાડી સેવાનું કાર્ય કર્યું હતું. આ કાર્યમાં પોલીસ જમાદાર હરેન્દ્રસિંહ, સુધારાઈ એમ્બ્યુલન્સના ચાલક વગેરે ઉપીયોગી બન્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.