ક્રાઇમ:આત્મારામ સર્કલ પાસે 30 હજારના શંકાસ્પદ માલ સાથે બે યુવક ઝડપાયા

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેસ સ્ટવ, કૂકર, ઓવન, પંખો, ઇસ્ત્રી સહિતના ઉપકરણો મળ્યા
  • ​​​​​​​દોઢ લાખ રોકડા, ​​​​​​​એક્ટિવા, અને બે મોબાઇલ પોલીસે કબજે કર્યા

ભુજના આત્મારામ સર્કલ પાસેથી પશ્ચિમ કચ્છ એલસીબી અને એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે 30 હજારના શંકાસ્પદ ચોરાઉ ઇલેક્ટ્રિક સામાન અને દોઢ લાખ રૂપિયા, એક્ટિવા અને બે મોબાઇલ મળીને કુલ 2,19,570ના મુદામાલ સાથે બે યુવકને ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના સુરેન્દ્રસિંહ ઝાલા અને એ ડિવિઝન પોલીસ મથકના ઝાહિદ મલેકને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફની ટીમએ એક્ટિવા પર શંકાસ્પદ ઇલેક્ટ્રિક સામાનનો કોથડો ભરીને આવતા કેમ્પ એરિયાના અંજુમ જુસબ સમા અને માધાપરના શક્તિ તુકારામ સીદે નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

તેમના કબજામાં રહેલા રૂપિયા 29,570ની કિંમતનો ઇલેક્ટ્રિકનો સામાન, રોકડ રૂપિયા દોઢ લાખ, દસ હજારના બે મોબાઇલ તથા 30 હજારની એક્ટિવા સહિત 2,19,570નો મુદામાલ કબજે લઇ આગળની કાર્યવાહી માટે ભુજ બી ડિવિઝન પોલીસે હવાલે કર્યા હતા. બી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...