અકસ્માત:ભુજના નાગોર પાસે બાઈક રોડની નીચે ઉતરી જતા ચાલક સહિત બે યુવકોના મોત

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માધાપર પોલીસે બાઈકચાલક યુવક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ભુજ તાલુકાના પુરાસરવાંઢ ખાતે રહેતા યુવાનો બાઈક પર જતા હતા, ત્યારે ભુજના નાગોર- રાયધણપર પાસે આવેલી ગોળાઈ વળી ના શકતા પુરપાટ જતું બાઈક ઉપરથી નીચે ઉતરી જતાં બાઈકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બન્ને યુવકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર પૂર્વેજ મૃત્યુ નિપજયાં હતા. આશાસ્પદ બે યુવકોના મોતના પગલે પુરાસર વાંઢ ખાતે ગમગનીનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ ગત રાત્રે બન્યો હોવાનું માધાપર પોલીસમાં નોંધાયું હતું.

બાઈક અકસ્માતમાં એક સાથે બે યુવકોના મોત અંગે માધાપર પોલીસ મથકમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગતરાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં ભૂજ તાલુકાના પુરાસરવાંઢ ખાતે રહેતા આરોપી 23 વર્ષીય શકુર રાયબ સુમરા તથા તેની સાથેના 32 વર્ષીય મીસરી હયાત સુમરા પોતાની બાઈક નંબર GJ 01 UN 2852ને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા નાગોર ગોળાઈ પાસે ચાલક શકુરે બાઈક પરનો કાબૂ ગુમાવતાં બાઈક રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી અને બંને યુવાનો જમીન તરફ પટકાતા બંનેને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્યુ પામ્યા હતા. આ અંગે માધાપર પોલીસ મથકમાં પુરાસરવાંઢ ખાતે રહેતા હયાત સુલતાન સુમરાની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...