ચોરી:ગુંદાલા-પત્રી રોડ પરથી 20 હજારના નટબોલ્ટની ચોરી કરનાર બે ઝડપાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફર્નીચર કંપનીના કમ્પાઉન્ડમાંથી 410 કિલો લોખંડની ચોરી કરી હતી

પ્રાગપર પોલીસ મથકે નોધાયેલ ચોરીના ગુનાનો એલસીબીએ ભેદ ઉકેલ્યો છે.ગુંદાલા-પત્રી રોડ ઉપર આવેલ કેડ ફર્નીચર કંપનીના કમ્પાઉન્ડ માંથી રૂપિયા 20 હજારની કિમતના 410 કિલો લોખંડની ચોરી કરનાર બે શખ્સને એલસીબીએ મુદામાલ સાથે પકડી લીધા છે. પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બે શખ્સો બ્લુ કલરના અતુલ છકડો રીક્ષામાં ચોરી કરેલ મુદ્દામાલ ભરી વીરાણીયા ગામથી મુન્દ્રા તરફ આવી રહ્યા છે.

બાતમીને આધારે પ્રાગપર ચાર રસ્તા પાસે વોચ રાખતા રિક્ષામાં રૂપિયા 20,500 ની કિમતના 410 કિલો લોખંડની નાની મોટી પ્લેટો ભરી આવતા મુન્દ્રાના વીરાણીયા ગામના આરોપી અરવિંદસિંહ સુલતાનજી જાડેજા અને ટીનુભા ઉર્ફે રામદેવ હેમુભા જાડેજાને ઝડપી લીધા હતા.ચોરાઉ માલ અંગે આરોપીઓને પૂછતા ગુંદાલા-પત્રી રોડ પર આવેલ કેડ ફર્નીચર કંપનીના કમ્પાઉન્ડ માંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રાગપર પોલીસને સોપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...