ખારી નદી સ્મશાન ચાર રસ્તા પાસે ભુજ એલસીબીની ટીમે કાર્યવાહી કરીને કોડકી તરફથી આવતા 2 ટ્રકને રોકાવી તપાસ કરતા તેમાં આધાર પુરાવા વગરની માટી ભરી હોવાનું ધ્યાને આવતા કુલ રૂ.4.05 લાખનો મુદામાલ સિઝ કરવામાં આવ્યો છે.એલસીબીના કર્મચારીઓ ખારી નદી સ્મશાન ચાર રસ્તા પાસે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા ત્યારે કોડકી ચાર રસ્તા તરફથી આવેલી બે ટ્રકોને રોકાવી તપાસ કરતા તેમાં સાદી માટી ભરેલી હોવાનું ધ્યાને આવ્યું હતું. ચાલક પાસે પાસ પરમીટ કે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા.
પુછપરછમાં ટ્રક ચાલક સુરેશ રમેશ જોગી (રહે યક્ષ મંદિરની સામે માધાપર) અને લતીફ ઈશા કુંભાર (રહે લખુરાઈ ચાર રસ્તા હોવાનું)એ જણાવ્યું કે, આ માટી તેમણે શેઠ અકબર સુલેમાન કુંભારના કહેવાથી ઢોસા ગામના તળાવમાંથી લોડરના ચાલકે ભરી આપતા સુરલભિટ્ટ પાસે શેઠના વાડામાં ખાલી કરવા જતા હતા. જેથી બંને ટ્રકમાં રહેલી 30 ટન માટી અને 4 લાખના બે ટ્રક નંબર જીજે 12 એયુ 9096 અને જીજે 06 ટીટી 8574 કબ્જે કરી આગળની તપાસ માટે એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.