કચ્છનું ગૌરવ:જિલ્લાના નખત્રાણા અને રાપર તાલુકાના બે શિક્ષકોની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી, મોરારી બાપુના હસ્તે સન્માનિત કરાશે

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંત મોરારી બાપુ દ્વારા દર વર્ષે શિક્ષકોને પ્રોત્સાહિત કરવા એવોર્ડ સમારોહ યોજાય છે
  • કુલ 66 શિક્ષિકોને પારિતોષિક, શાલ તેમજ રૂ. 25 હજારના પુરસ્કારથી સન્માનિત કરાશે
  • રાપરના માલીસરા વાંઢના અને નખત્રાણાના ચાવડકાના શિક્ષકની પસંદગી કરાઇ

વર્ષ 2020 અને 2021માં રાજ્યના 33 જિલ્લાના 33 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરાઇ છે. જેમાં વર્ષ 2020ના એવોર્ડ માટે કચ્છ જિલ્લામાંથી રાપર તાલુકાના માલીસરા વાંઢના મુખ્ય શિક્ષક બાબુભાઈ મોર અને વર્ષ 2021ના એવોર્ડ માટે નખત્રાણા તાલુકાના ચાવડકા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અશોકભાઈ પાટીલનો સમાવેશ થયો છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવતી શ્રેષ્ઠ કામગીરીની ફાઇલ બનાવવામાં આવે છે અને તેમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવે છે. પસંદગી પામેલા શિક્ષકોને તલગાજરડા ખાતે ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે.

નોંધનીય છે કે 11 મે, 2022ના રોજ ચિત્રકૂટ ધામ, તલગાજરડા ખાતે ગત બે વર્ષના પસંદગી પામેલા કુલ 66 શિક્ષિકોને પારિતોષિક, શાલ તેમજ ચિત્રકૂટ ધામ દ્વારા રૂ. 25 હજારના પુરસ્કારથી પૂજ્ય મોરારી બાપુના હસ્તે સન્માનિત કરવામાં આવશે એમ બાદલ જોશીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...