અટકાયત:ભોરારા પાસે કન્ટેનરનું સીલ તોડી પ્લેટ ચોરનારા 2 ઝડપાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છકડા સહિત 2.39 લાખનો મુદામાલ મુન્દ્રા પોલીસે રિકવર કર્યો

મુન્દ્રાના ભોરારા પાટિયા સામે આવેલી બાવળોની ઝાડીમાં કન્ટેનરનું સીલ તોડી તેમાંથી 1.89 લાખની કિંમતની શિશા ધાતુની પ્લેટો ચોરી લેનારા 2 શખ્સોની મુન્દ્રા પોલીસે અટકાયત કરી તમામ મુદામાલ રિકવર કર્યો છે.

ભોરારા ગામ પાસે બાવળોની ઝાડીમાં અતુલ શક્તિ છકડો શંકાસ્પદ જણાઈ આવતા પોલીસે તેની તલાશી લેતા તેમાંથી શિશાની 42 પ્લેટ કિંમત રૂ.1.89 લાખનો મુદામાલ મળી આવ્યો હતો.જે બાબતે છકડા નંબર જીજે 12 AV 6424 ના ચાલક ધર્મેન્દ્ર સુદર્શન તિવારી (રહે.મીઠાણી કોલોની ધ્રબ) અને સુરેશસિંહ નારાયણસિંહ રાજપૂત (રહે ઓપીએલ ટ્રાન્સપોર્ટ, રાસાપીર સર્કલ મુંદરા)ની અટકાયત કરવામાં આવી હતી તેઓએ કબૂલાત આપી હતી કે,તેમણે ટ્રેઈલર નંબર જીજે 13 AW 7758ના કન્ટેનરનું સિલ તોડીને સીસાના ધાતુની 1050 પ્લેટો પૈકી સીલ તોડીને કુલ 42 પ્લેટો કિ.રૂા. 1.89 લાખનો મુદ્દામાલ અતુલ શક્તિ છકડામાં ભરી ઠગાઇ કરી હતી.

જેથી બંનેની અટકાયત કરવામાં આવી હતી જે અંગે મુળ ઉત્તરપ્રદેશના અને હાલે ગુંદાલામાં પાંજરાપોળની બાજુમાં રહેતા ગ્રેવીટો ઇન્ડિયા લિમિટેડ કંપનીના સત્યવ્રત રમેશસિંઘ આર્યાએ મુન્દ્રા પોલીસમાં બંને ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.આ કાર્યવાહીમાં પીઆઇ હાર્દિક ત્રિવેદીની સૂચનાથી સ્ટાફના ભાવેશભાઈ ડાંગર,હિતેન્દ્રભાઈ ગઢવી,વિષ્ણુભાઈ મુઢાતર, રવજીભાઈ બરાડિયા વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...