ટ્રોલી સાથે ટ્રેક્ટર ખાબક્યું:માંડવી તાલુકાના બાડા ગામની વહેતી નદીના પ્રવાહમાં ટ્રેક્ટર ફસાયું, બે વ્યક્તિઓને ગ્રામજનોએ બચાવ્યાં

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • ટ્રેક્ટર અડધા માર્ગ સુધી પહોંચી આવ્યાં બાદ પાણીના પ્રવાહના કારણે નદીમાં ખાબકી પડ્યું હતું

પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ બાદ અનેક ગ્રામીણ માર્ગો પર હજી પાણીના વહેણ જોશભેર વહી રહ્યા છે. ત્યારે આજે ગુરુવાર બપોરે માંડવી તાલુકાના બાડા ગામનો વેગડી નદીમાં એક ટ્રેક્ટર ટ્રોલી સાથે ખાબકી પડ્યું છે. જોકે, ટ્રેક્ટરમાં સવાર બે વ્યક્તિઓને સ્થાનિક ગ્રામજનો દ્વારા બચાવી લેવામાં આવ્યાં છે. ટ્રેકટર હજી વહેતી નદીમાં ફસાયેલી હાલતમાં પડ્યું છે.

ટ્રેક્ટરમાં સવાર વ્યક્તિ ઉલળીને નદીમાં પડ્યો
આ વિશે વિગતો જોઈએ તો માંડવી તાલુકામાં ભારે વરસાદથી અનેક ગામની નદીઓ હજુ પણ બે કાંઠે વહી રહી છે. તેમાં તંત્રની સુચનનું ઉલ્લંઘન કરી એક ટ્રેક્ટર ચાલકે બાડા ગામની વેગડી નદીમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. જે અડધા માર્ગ સુધી પહોંચી આવ્યાં બાદ પાણીના પ્રવાહના કારણે નદીમાં ખાબકી પડ્યું હતું. જેમાં ટ્રેક્ટર પર બેઠેલો એક વ્યક્તિ ઉલળીને નદીમાં પડી ગયો હતો, જ્યારે ચાલકે સ્ટિયરિંગ પકડીને બેસી રહ્યો હતો. બનાવના પગલે ઉપસ્થિત ગ્રામજનોએ નદીમ ફસાયેલા બન્ને લોકોને બહાર લાવી બચાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...