કાર્યવાહી:ગેસના બાટલાનું ગેરકાયદે વાહનોમાં રિફિલિંગ કરતા બે શખ્સ પકડાયા

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવકૃપાનગરમાં આવેલી ગેરેજમાં LCBએ છાપો માર્યો
  • વેન તેમજ​​​​​​​ 8 સિલિન્ડર સહિત 40 હજારનો માલ કબજે કર્યો

શિવકૃપાનગરમાં આવેલી કૃપાલી મોટર ગેરેજમાં એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડીને ઘર વપરાશના ગેસની બોટલોનું ગેરકાયદે વાહનોનાં રિફિલિંગ કરી દેતા બે શખ્સોને રૂપિયા 8 હજારની કિંમતના 8 નંગ ગેસ સીલીન્ડર, 30 હજારની કાર, અને રીફીલીંગ કરવાની મોટર રેગ્યુલટર સહિત 39,500ના મુદમાલ સાથે પકડી પાડી એ ડીવીઝન સ્ટેશન સોંપ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી.ની ટીમે બાતમી પરથી માંડવી ઓકટ્રોટ પાસેના શિવકૃપાનગરમાં આવેલી કૃપાલી મોટર ગેરેજમાંથી શેખ ફળિયામાં રહેતા અબ્દુલ ગની ઓસમાણશા શેખ (ઉ.વ.30) અને ગણેશનગરમાં રહેતા નીરેનગર પ્રવીણગર ગોસ્વામી (ઉ.વ.30) નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા યુવાનો ઘર વપરાશના ગેસના બાટલાને કોમર્શીયલ ઉપયોગ માટેના હેતુ સર ગેરકાયદે ગેરેજમાં આવતા વાહનોમાં ગેસ ફીટમાં રીફીલીંગ કરી આપતા હોઇ બન્નેના કબજામાંથી 8 નંગ ગેસની બોટલો અને કાર, તેમજ ગેસ રિફિલિંગ કરવાની મોટર,રેગ્યુલટર સહિતનો મુદમાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝનને હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...