• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Two People, Including The President Of The City Congress, Threatened The Chief Officer Regarding The Closure Of The Krishnaji Bridge, And The Police Detained Both Of Them.

ફરજમાં રુકાવટ:કૃષ્ણાજી પુલ બંધ કરવા મામલે શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત બે જણે ચીફ ઓફિસરને ધમકાવતાં પોલીસે બંનેની કરી અટકાયત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતા બહારની કામગીરી કરવા માટે દબાણ કરી ફરજમાં રુકાવટ કરાઈ : બોલાચાલી બાદ મારી નાખવાની ધમકી

એક બાજુ ચૂંટણી કમિશનરે ગુરુવારે બપોરે ચૂંટણીની તારીખ જાહેર કરી અને બીજી બાજુ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોએ ચેમ્બરમાં ઘૂસી જઈને ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીની ફરજમાં રૂકાવટ પેદા કરી હતી. જે આક્ષેપો સાથે મુખ્ય અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચીફ ઓફિસર જીગર પટેલે ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવી અને કોંગ્રેસ નેતા અમિશ મહેતા સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યા પ્રમાણે આ કોંગ્રેસી આગેવાનોએ કૃષ્ણાજી પુલ બંધ કરવા બાબતે અને રોડ ડિવાઈડર તોડવા બાબતે ફરિયાદી ચીફ ઓફિસર સાથે ઊંચા અવાજથી રજુઆત કરી સતા બહારની કામગીરી કરવા માટે દબાણ કર્યું હતું અને ફરિયાદીને અપશબ્દો કહી બહાર નીકળશો તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી સરકારી ફરજમાં રુકાવટ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે બંનેની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.આગળની તપાસ પીએસઆઈ એ.પી.વાઘેલાને સોંપવામાં આવી છે.

દરમ્યાન સૂત્રો એમ જણાવે છે કે, શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી, અમીષ મહેતા સહિતના કાર્યકરો મુખ્ય અધિકારીની ચેમ્બરમાં ગયા ત્યારે તેમણે અગાઉ કરેલી વોટર ટેન્કર સહિતની રજુઆતો બાબતે તપાસ કેટલી પહોંચી અને પ્રગતિ અહેવાલ બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી.

જે બાબતે મુખ્ય અધિકારીએ તેમને પ્રત્યુત્તર આપ્યા બાદ વ્યસ્તતાને કારણે તેઓ વધુ સમય આપવા નહોતા માંગતા. પરંતુ, કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોએ મુખ્ય અધિકારીની પરવાનગી વિના તેમની ચેમ્બરમાં બેઠક જમાવી રાખતા તેઓ પોલીસ સ્ટેશન ધસી ગયા હતા. તેઓ પરત ફર્યા ત્યારે અને ફરી બહાર નીકળ્યા ત્યારે પણ તેમના વાહન સુધી તેમની પરવાનગી વિના ઉગ્ર રજુઆત ચાલુ રહી હતી.

જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રીની જાતિ અપમાનિત અરજી
બીજી તરફ પશ્ચિમ કચ્છ નાયબ પોલીસ વડા એસ.સી. અને એસ.ટી. વિભાગ ઉપરાંત એ ડિવિઝન પોલીસ પી.આઈ.ને કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં માનદ સેવા આપતા કાર્યાલય મંત્રી ધીરજ ગરવાએ 3જી નવેમ્બરે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગર પટેલે જાતિ અપમાનિત કરી, હડધૂત કર્યાની અનુસૂચિત જાતિ અત્યાચાર અધિનિયમ તળે ગુન્હો દાખલ કરવા લેખિત અરજ કરી હતી.

નિવેદન લેવા પોલીસ નગરપાલિકામાં આવી
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભુજ નગરપાલિકામાં સાંજે મુખ્ય અધિકારી અને સાક્ષી સહિતના નિવેદન લેવા પોલીસ આવી હતી. તો ભુજ પાલિકામાં સી.સી. ટી.વી. કેમેરા છે. જે તપાસવામાં આવે તો કયા પક્ષે શું શું થયું એ સ્પષ્ટ થઈ જાય.

અન્ય સમાચારો પણ છે...