કચ્છની પશ્ચિમ સરહદે આવેલા લખપત તાલુકાના દરિયાઈ ક્રિક વિસ્તાર હરામીનાળામાંથી આજે સવારે બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. પેટ્રોલિંગ કરી રહેલા સિમાં સુરક્ષા દળના જવાનોને માછીમારીની બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી. BSFને જોઈ ઘૂસણખોરો ફરાર થઈ ગયા હતા. હાલ BSFની 59 બટાલિયનના જવાનો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
બિનવારસી હાલતમાં બોટ મળી આવી
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર લખપત તાલુકાના દરિયાઈ ક્રિક વિસ્તાર હરામીનાળામાં સિમાં સુરક્ષા દળની 59 બટાલિયનના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે આજે સવારના અરસામાં તેમને બે બોટ જોવા મળી હતી. આ બોટને હસ્તગત કરવા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. જ્યાં માછીમારી માટેની બે પાક.બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી. ત્યારે BSFને જોઈ ઘૂસણખોરો ફરાર થઈ ગયા હતા.
બોટમાંથી કઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી
આ ઝડપાયેલી બોટમાંથી માછીમારી માટેની સામગ્રી સિવાય કંઈ જ શંકાસ્પદ વસ્તુ મળી નથી. BSFના જવાનોને જોઈ ઘૂસણખોરો ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા કચ્છના લખપત અને અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાંથી અનેક વખત પાકિસ્તાની બોટ અને ઘૂસણખોર આ પૂર્વે પણ ઝડપાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.