પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા સરહદી નલિયા ખાતેથી આજે પ્રવસીઓની સુવિધામાં વધારો કરતી બે નવી એસટી સ્લીપર બસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નલિયા કૃષ્ણાનગર (અમદાવાદ) અને નલિયા ભાવનગર ચાલતી બસને સ્લીપર બસ તરીકે બદલવામાં આવી છે. અબડાસા તાલુકાના વડા મથક નલિયાથી અમદાવાદ તરફ આવાગમન માટે વધારાની એસટી બસની સુવિધા મળે તેવી સ્થાનિક લોકોની માગ હતી. જેને એસટી વિભાગ દ્વારા ધ્યાને લઇ નલિયા ડેપોને બે નવી બસની સુવિધા મળી હતી. નલિયા એસટી ડેપોના અધિકારીઓ, વેપારી મંડળના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓએ આ વેળાએ ખાસ ઉપસ્થિત રહી બસને કંકુ તિલક વડે વધાવી હતી.
નલિયાથી કૃષ્ણાનગર (અમદાવાદ)ની નવા રૂટની વધારાની સ્લીપર બસની સાંજે 6.15 મિનિટે રવાનગી થશે. જેનું વ્યક્તિદીઠ ભાડું રૂ. 333 ચૂકવવા પડશે. જ્યારે નલિયા-ભાવનગર બસને હવે સ્લીપર બસ તરીકે બદલવામાં આવી છે. જે સાંજે 6.30 મિનિટે રવાના થશે, જેનું ઓનલાઈન ટીકીટ ભાડું રૂ. 275 રહશે. (ટેક્સનો ઉમેરો થશે). નલિયા મથકે એક સાથે બે એસટી સ્લીપર બસની સુવિધા શરૂ થતાં તેના આવકાર માટે બસ ડેપો ખાતે નલિયા એસટીના ટી.આઈ ચંદનસિહ રાઠોડ, એટી.આઈ જવારભાઈ, જિલ્લા પંચાયત સભ્ય પરષોત્તમભાઈ, વેપારી એસોસિયેશનના હકુમતસિંહ જાડેજા, મુળરાજ ગઢવી, જયદિપસિંહ જાડેજા, અનુભા જાડેજા, હરેશ ચાવડા વગેરે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.