ભુજમાં સસ્તા ખોળ-ભુંસાના નામે ઠગાઈ કરનાર માધાપરના ચીટર સામે ભુજ અને નખત્રાણા પોલીસ મથક બાદ ભેંસોના સોદામાં રૂપિયા 2.95 લાખની ઠગાઈની માધાપર પોલીસ મથકે અને નખત્રાણામાં સસ્તા ખોળ-ભુંસાના નામે રૂપિયા 78 હજારની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ માધાપર મતિયા કોલોનીમાં રહેતા ફરિયાદી અલીમામદ નંદા સમાએ માધાપરના ચીટર આરોપી અલ્લાના આમદ વાંઢા સામે ઠગાઈની ફરિયાદ નોધાવી છે.ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીએ ચારેક મહિના અગાઉ ફરિયાદી પાસેથી લીધેલ ભેસના સોદામાં રૂપિયા 35 હજાર અને ફરિયાદીના સાહેદ પાસેથી લીધેલ ભેસના સોદામાં રૂપિયા 2.60 લાખ ન આપી ઠગાઈ આચરી હતી.
તો નખત્રાણા પોલીસ મથકે મોટી ગંગોણના થાવરભાઈ વેરશીભાઈ રબારીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું કે આરોપીએ ફરિયાદીને સસ્તા ખોળ-ભુંસાના બહાને રૂપિયા 60 હજાર અને બે ગાયો લઇ જઈ રૂપિયા 18 હજારની ઠગાઈ કરી હતી.
આરોપી વિરુદ્ધ અગાઉ ચીરઈના માલધારીએ રૂપિયા 50 હજારની સસ્તા ખોળ-ભુંસાની ઠગાઈ કરી હોવાની અને નખત્રાણાના માલધારીએ રૂપિયા 75 હજારની ઠગાઈની ફરિયાદ નોધાવી હતી.જેમાં ભુજમાં નોધાયેલ ફરિયાદને પગલે પોલીસે આરોપીની અટકાયત કરી છે.બનાવને પગલે માધાપર અને નખત્રાણા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.