પંદરમી વિધાનસભાનું બીજું સત્ર હાલ ચાલી રહ્યું છે. દરેક જિલ્લાના ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારની સમસ્યાઅો, યોજનાઅો, ખૂટતી કડીઅો અંગે પૂશ્નો પૂછી રહ્યા છે. ખાસ તો કોંગ્રેસ અને અાપના ધારાસભ્યો સરકારને મુંજવણમાં મુકાય અેવા પ્રશ્નો પૂછતા હોય છે. કચ્છની કમનસીબી હવે અે છે કે છ અે છ સીટ ભાજપે જીતી લેતા અહીંની પ્રજાના સાચા પ્રશ્નો પૂછી શકે તેવો કોઇ વિપક્ષમાં ધારાસભ્ય છે નહીં. બીજીબાજુ ભાજપના ધારાસભ્યો જાણે મજાક કરતા હોય તેમ સરકારની અને પાર્ટીની જાણે સુચના હોય તેમ અેકનો અેક પશ્ન અેકથી વધુ સભ્યો પૂછી રહ્યા છે !કચ્છના અેકથી વધુ ધારાસભ્યો અેકનો અેક પ્રશ્ન પૂછે.
અેક તો ગુજરાતમાં વિધાનસભા સત્રના દિવસો ખૂબ જ અોછા હોય છે તેવો વિક્ષપનો અારોપ છે. તેમામાં પણ કચ્છના ધારાસભ્યો નર્મદા, અોવરલોડ, ખનિજ ચોરી, શિક્ષણ અને અારોગ્યની ખૂટતી કડીઅો, અટકેલા કામો જેવા પ્રશ્નોથી અંતર રાખે છે. તાજેતરમાં હદ તો ત્યારે થઇ કે અેક નો અેક પ્રશ્ન કરવામાં પણ ખોટો પૂછવામાં અાવ્યો હતો ! માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેઅે કચ્છ જિલ્લાના લખપત તાલુકાની મંજલ કોમ્પ્લેક્ષ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના કયા તબક્કે છે તેવો સવાલ કર્યો હતો. હવે અાજ સવાલ ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલે પણ કર્યો હતો.
જોકે તેઅોઅે લખપતની જગ્યાઅે નખત્રાણા તાલુકાની અા યોજના વિશે પ્રશ્ન કર્યો હતો. અા યોજના નખત્રાણા તાલુકાની છે તેથી માંડવીના ધારાસભ્યને મંત્રીઅે લેખિતમાં જણાવ્યું હતું કે મંજલ કોમ્પ્લેક્ષ જૂથ સુધારણા યોજના લખપત તાલુકાની નથી. અા યોજના નખત્રાણા તાલુકાની છે. જેનું ટેન્ડર તા. 31-12-2022 સ્થિતિઅે મંજૂરીના તબક્કામાં છે. ટેન્ડર મંજૂર કરાયાથી 12 માસમાં કામગીરી પૂર્ણ થશે. અને અા યોજનાથી 22 ગામોને અાવરી અાવરી લેવાયા છે.
કચ્છના સળગતા પ્રશ્નો અંગે જીજ્ઞેશ મેવાણી સવાલો કરે છે
કચ્છમાં હાલ ખનિજ ચોરી, બંદરો પર નશીલા પદાર્થો સહિતના પ્રશ્નો છે. અા મુદ્દે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીઅે હાલ ચાલી રહેલા સત્રોમાં પ્રશ્નો કર્યા છે. તેઅો કચ્છના મીઠાના અગરીયાઅો સહિતના મુ્દે પણ સવાલો કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.