સગીરાના અપહરણ:ભુજ તાલુકાની બે સગીરાનું તેના ઘરેથી અપહરણ કરાતા ચકચાર મચી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંને બનાવોમાં આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

ભુજ તેમજ તાલુકાના અન્ય ગામમાં સગીરાના અપહરણ કરવામાં આવતા ચકચાર મચી છે. આ મામલે ભુજ એ ડિવિઝન તેમજ ખાવડા પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળ્યો
આ અંગે ભુજમાં રહતી સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તા.1/9ના સવારે પરિવારજનો મજૂરીએ ગયા હતા. આ દરમિયાન સગીરાના દાદા તથા ત્રણ પૌત્રીઓ ઘરે હતી. પરિવારજનો ઘરે આવ્યાં ત્યારે સગીરાના દાદાએ સગીરાના પિતાને કહ્યુ કે, સગીરાની બે બહેનો દૂધ લેવા માટે બહાર ગઈ એટલીવારમાં એક શખ્સ ઘરે આવ્યો હતો અને સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હતો. જોકે, થોડીવારમાં સગીરાના પરિવારજનોએ શખસના ઘરે જઈને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે, અમને જાણ કર્યા વિના સગીરાને લઈને નાસી ગયો છે અમે પણ તેની શોધખોળ કરીએ છીએ. આમ શોધખોળ કરવા છતાં પણ કેનો કોઈ પત્તો નહી મળતા આરોપી સામે ગુનોં નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
​​​​​​​પોલીસે તપાસ હાથ ધરી
બીજી તરફ તાલુકાના એક ગામમાં રહેતી સગીરાના પિતાએ ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ સગીરાને હેરાન કરતો હતો. તેથી તેને ફળિયામાં આવવાની ના પાડી હતી. જોકે, આદરમિયાન તારીખ 27ની રાત્રે પરિવારજનો ઘરે સુતા હતુ. ત્યારે રાત્રે આ શખ્સે સગીરાને લલચાવી ફોસલવાની અપહરણ કરીને લઈ ગયો હતો. જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...