ધરપકડ:માધાપર હાઇવે પર ત્રણ કિલો ગાંજા સાથે ધાવડાના બે શખ્સો પકડાયા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડરથી મગફળી ભરીને આવેલી ટ્રક ચકાસતા દારૂ-બિયર મળી આવ્યો

હાલ વિધાનસભાની ચૂંટણી ટાણે કચ્છમાં નશીલા પદાર્થોની હેરાફેરી વધી છે.બે દિવસ અગાઉ અમદાવાદથી લવાતો એમડી ડ્રગ્સ ઝડપાયો હતો. ત્યારે માધાપર હાઇવે પરથી 3 કિલો ગાંજા સાથે નખત્રાણાના ધાવડા ગામના બે શખ્સો પકડાયા છે. ઇડરથી મગફળી ભરીને આવતા ટ્રકમાં ગાંજા સાથે દારૂ અને બિયરના બોટલ મળી આવ્યા છે.

મળતી માહિતી મુજબ પોલીસે બાતમીને આધારે ભુજ માધાપર હાઇવે પરથી ધાવડા ગામના દેવીસિંહ ભચલસિંહ સોઢા અને અનિલકુમાર વિઠ્ઠલદાસ સાધુને ટ્રક નંબર GJ12BX 6390 ને ખોજા કબ્રસ્તાન સામે રોક્યા હતા. ઈડર એપીએમસી માંથી મગફળીની 500 બોરી ભરી ભુજ જીઆઇડીસી ખાતે લઈ આવતા ટ્રકની તપાસ કરી હતી.

તપાસ દરમિયાન ટ્રકની કેબિન માંથી રૂપિયા 30 હજારનો 3 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકની વધુ તપાસ કરતા રોયલસ્ટેગવ્હિસ્કીની બે બોટલ અને કિંગફિશર બિયરના 3 ટીન મળી આવ્યા હતા.પોલીસે બન્ને આરોપીઓ પાસેથી મગફળી ભરેલ ટ્રક સહિત રૂપિયા 22.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જેના પગલે ધાવડાના બન્ને શખ્સો વિરુદ્ધ માધાપર પોલીસે એનડીપીએસ એક્ટ તથા પ્રોહીબિસન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ પધ્ધર પોલીસને સોંપવામાં આવી છે.

ઓરિસ્સાના બાલાંગડીથી ગાંજો લઈ આવ્યા હતા
ગાંજા સાથે ઝડપાયેલા ધાવડાના બન્ને શખ્સો ટ્રાન્સપોટેશનનો ધંધો કરે છે.ગત 26.10 ના આરોપીઓ ઓરિસ્સા ગયા હતા.જ્યાં એક અજાણ્યા ઇસમ પાસેથી ગાંજો ખરીદી લાવ્યા હતા.

ચૂંટણી ટાણે શરૂ કરાયેલા ચેકપોસ્ટ ચેકીંગ પર સવાલો
હાલ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આચારસંહિતા અમલવારીના કારણે ઠેર ઠેર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.પરંતુ બે દિવસમાં એસઓજીની ટીમે 2.80 લાખનું એમડી ડ્રગ્સ અને 3 કિલો ગાંજો પકડતા ચેકપોસ્ટ ચેકીંગ પર પણ સવાલો ઉઠ્યા છે.

આરોપી અનિલકુમાર ધરાવેછે ગુનાહિત ઇતિહાસ
3 કિલો ગાંજા સાથે ઝડપાયેલ ધાવડાના આરોપી અનિલકુમાર વિરુદ્ધ અગાઉ એ ડિવિઝન પોલીસ મથકે પીધેલી હાલતમાં ગાડી ચલાવવાનો ગુનો નોંધાય છે.

અન્ય સમાચારો પણ છે...