કચ્છના દરિયાકાંઠે BSFનું ઓપરેશન:હરામીનાળા વિસ્તારમાંથી 4 પાકિસ્તાની બોટ સાથે બે માછીમારો ઝડપાયા, એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટમાં માછલી અને માછલી પકડવાની સામગ્રી મળી આવી દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી માદક પદાર્થના પેકેટો મળી રહ્યા છે

પશ્ચિમ કચ્છના સરહદી લખપત તાલુકાના દરિયાઈ વિસ્તાર હરામીનાળામાંથી સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા આજે સવારે પેટ્રોલિંગ દરમ્યાન 4 પાકિસ્તાની બોટ સાથે 2 માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલી પાકિસ્તાની બોટમાંથી માછલી અને તેને પકડવા માટેના સાધન સિવાય અન્ય કંઈ સંદિગ્ધ સામગ્રી મળી નથી. જોકે બન્ને પાકિસ્તાની માછીમારોની આગળની તપાસ માટે સલામતી દળો દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલા દેશના સરહદી કચ્છ જિલ્લાના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી સતત બિનવારસી માદક પદાર્થના પેકેટ મળી રહ્યા છે. જેના બાદ સલામતી દળો અને એજન્સીઓ દ્વારા કાંઠા વિસ્તારના ક્રિક એરિયામાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. તેના વચ્ચે આજે કચ્છ BSFની પેટ્રોલિંગ દરમ્યાન પાકિસ્તાની માછીમારોને બોટ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

સીમા સુરક્ષા દળની જાહેર કરાયેલી યાદી અનુસાર આજે સવારે 8.30ના અરસામાં પેટ્રોલિંગ દરમ્યાન લખપતના દરિયાઈ હરામીનાળામાં સંદિગ્ધ ગતિવિતી નજરે ચડતા BSFના જવાનો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાકિસ્તાની માછીમારો ફરાર થાય તે પહેલાજ ઝડપી લીધા હતા. જોકે પકડાયેલા બન્ને પાકિસ્તાની પાસેથી કે બોટમાંથી માછલી પકડવાના સાધન સિવાય અન્ય કઈ મળ્યું ના હોવાનું જણાવવામાં આવ્યું છે. માછીમારોને આગળની તપાસ માટે લખપતના વડા મથક દયાપર પોલીસ મથક ખાતે લઈ આવવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.અલબત્ત ઝડપાયેલી 4 બોટ સાથે માત્ર બેજ પાકિસ્તાની માછીમાર પકડાતા અન્ય માછીમાર પોતાના દેશભણી નાશી ગયાની આશંકા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે

અન્ય સમાચારો પણ છે...