આયોજન:કચ્છના 6 મત વિસ્તારમાં આજથી પોલીંગ સ્ટાફની બે દિવસીય તાલીમ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી, રાપર, હોથીવાંઢમાં વ્યવસ્થા

કચ્છની 6 વિધાનસભા બેઠકો પર તા.1-12 ચૂંટણી યોજવાની છે, જેને લઇને તંત્ર સજ્જ છે ત્યારે શનિ અને રવિવારના જિલ્લાના 6 સ્થળોઅે મતદાનની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઅો, કર્મચારીઅોને તાલીમ અાપવામાં અાવશે. જે મત વિસ્તારમાં અગાઉથી ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઅોને તેમના જ મત વિસ્તારમાં ચૂંટણીલક્ષી તાલીમ અાપવામાં અાવશે. જો કે, મતદાનના દિવસે તેમને કામગીરી તેમના જ મત વિસ્તારમાં નહીં.

પરંતુ અન્ય મત વિસ્તારમાં સોંપવામાં અાવશે. ચૂંટણી માટે 10,500 મતદારોને ફરજના અાદેશ અપાઇ ગયા છે અને પોલીંગ સ્ટાફ માટે બે દિવસ તાલીમનું અાયોજન કરાયું છે. તા.12 અને તા.13 નવેમ્બરના અબડાસા મત વિસ્તારના કર્મચારીઅો માટે મરીન કમાન્ડો સેન્ટર, રાજ્ય અનામત પોલીસ દળ, નલિયા-માંડવી રોડ, હોથીવાંઢ ખાતે, માંડવીમાં સરકારી વિજ્ઞાન કોલેજ, ભુજમાં અાર.ડી. વરસાણી હાઇસ્કૂલ, અંજારમાં કે.કે.અેમ.અેસ. ગર્લ્સ હાઇસ્કૂલ, ગાંધીધામમાં બાબા સાહેબ અાંબેડકર કન્વેન્શન હોલ, રોટરી સર્કલ, અોસિયા મોલની સામે તેમજ રાપર વિધાનસભા મત વિસ્તારના કર્મચારીઅો માટે રાપર નગરપાલિકાના ટાઉન હોલમાં તાલીમ અાપવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...