મોટી દુર્ઘટના ટળી:ભુજના મીરજાપરમાં ગટરની ચેમ્બરમાં બે સફાઈ કામદારો ફસાયા, ફાયરબિગ્રેડે બંનેને રેસ્ક્યૂ કરી બચાવ્યા

કચ્છ (ભુજ )3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરની ચેમ્બરમાં ગેસના કારણે ગૂંગળામણ થતા કામદારો ફસાઈ ગયા હતા

ભૂજ નજીકના મિરજાપરમાં આજે બસ સ્ટેન્ડ પાસેની ગટરની ચેમ્બરમાં સફાઈ કરવા ઉતરેલા મિરજાપર ગ્રામ પંચાયતના બે કામદારો ગેસના કારણે ગૂંગળામણ થતા ચેમ્બરમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફ દ્વારા તુરંત ઘટનાસ્થળે પહોંચી ફસાયેલા કામદારોને સલામત રીતે બહાર ખસેડી બચાવી લીધા હતા. કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બનાવના પગલે લોકોની ભીડ એકઠી થઈ જવા પામી હતી. સદભાગ્યે ફાયર સ્ટાફની તાબડતોડની કામગીરીથી જાનહાની ટળી હતી.

મીરજાપર બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા બે માણસો ગટરની ચેમ્બરમા સફાઈ કરવા ગયા હતા અને ગેસના કારણે ફસાઈ ગયા હતા. જેની જાણ ફાયર વિભાગને મળતા ભુજ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બન્ને માણસોને બહાર કાઢયા હતા. બેશુદ્ધ બનેલા કામદારોને બાદમાં સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બચાવ કામગીરીમાં ફાયર ડિસીઓ સાવન ગોસ્વામી,ફાયર ડિસીઓ રવીરાજ ગઢવી, ફાયરમેન દિલીપ ચૈહાણ, ફાયરમેન સત્યજીતસિંહ ઝાલા, ફાયરમેન રફીક ખલીફા, ફાયરમેન જગા રબારી ફાયર હેલ્પર પિયુષ સોલંકી વગેરે જોડાયા હતા.

સેફ્ટીના સાધન વગર જ ઉતર્યા હતા
મિરજાપર બસ સ્ટેન્ડ પાસે આજે જે દુર્ઘટના સર્જાતા અટકી છે. તેમાં બંને કામદારોએ કોઈ સેફ્ટીના સાધનો વગર જ ગટરની ચેમ્બરની સફાઈ માટે ઉતરવું પડ્યું હોવાની વિગતો સામે આવી છે.

​​​​​​ ​

અન્ય સમાચારો પણ છે...