કાર્યવાહી:મોટા ભાડિયા, કોડાયમાંથી ચોરાઉ ડ્રીપ લાઇનના 51 નંગ વિંટલા સાથે બે પકડાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂપિયા 1,42 લાખનો માલ કબજે લઇ માંડવી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો

માંડવી તાલુકાના બિદડા ફરાદી રોડ પર દસ દિવસ પૂર્વે ત્રણ વાડીમાંથી પાણીની ડ્રીપ લાઇનના વિંટલાઓની ચોરી કરી જનારા મોટા ભાડિયા અને કોડાયના તસ્કરોને માંડવી પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. આરોપીઓના કબજામાંથી 92 હજારનો ચોરાઉ માલ તેમજ 50 હજારના છકડા સહિત 1લાખ 42 હજારનો મુદામાલ કબજે કરી વધુ તપાસ ચલાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માંડવી પોલીસે ગુરૂવારે પેટ્રોલીંગ દરમિયાન મોટા ભાડિયા પાસેથી છકડામાં ડ્રીપ લાઇના વિંટલા લઇને જતાં ચાલક દાજીભા પથુભા જાડેજા (ઉ.વ.49)ને રોકી ડ્રીપ લાઇનના વિંટલા અંગેના આધાર પુરાવાઓ માંગતાં તેની પાસે ન હોવાનું અને કોડાયપુલ રામનગર ખાતે રહેતા વીરજી ગોપાલ ડાભી (ઉ.વ.31) પાસેથી લઇ આવ્યા હોવાનું પોલીસને જણાવતાં માંડવી પોલીસે કોડાયપુલ રામનગરમાં રહેતા વીરજીના ઘરે દરોડો પાડતાં ઘર પાસે આવેલા વરંડામાંથી વધુ ડ્રીપ લાઇનના વિંટલા કબજે કર્યા હતા.

જેના પણ આધાર પુરાવાઓ ન હોઇ બન્ને શખ્સોની અટકાયત કરીને તેમની પાસેથી રૂપિયા 92 હજારની કિંમતના 51 નંગ ડ્રીપ લાઇનના વિંટલા અને રૂપિયા 50 હજારની કિંમતનો છકડો મળી કુલ રૂપિયા 1,42 લાખનો મુદામાલ કબજે લઇ વધુ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...