મધરાતે હત્યા:ભચાઉના મોટી ચિરઈની લાલસન્સ કંપની વસાહતમાં પિતાને માર મારનાર શ્રમિકને બે ભાઈએ પતાવી દીધો

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભચાઉ ગાંધીધામ ધોરીમાર્ગ પરના મોટી ચિરઈ નજીક આવેલી લાલસન્સ પ્લાયવુડ ફેકટરીની મજૂર વસાહતમાં ગત મોડી રાત્રે પરપ્રાંતીય શ્રમજીવીને બે સગા ભાઈઓએ પિતાને માર મારવાનું મનદુઃખ રાખી ઢોરમાર મારી હત્યા નિપજાવી દીધી હતી. ભચાઉ પોલીસે હત્યાના ગુન્હા હેઠળ મૂળ બિહારના અને હાલ લાલસન્સ કંપનીની વસાહતમાં રહેતા બન્ને આરોપી ભાઈઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભચાઉના ચિરઈ પાસે આવેલી લાલસન પ્લાયવુડ ફેકટરીની પાછળ આવેલી વસાહતમાં ગત રાત્રિના 10.30ના અરસામાં હત્યાની ઘટના બની હતી. આ અંગે ભચાઉ પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના અને હાલ ગાંધીધામના મીઠીરોહર ખાતેની વિજય ટીમબર ખાતે રહેતા શ્રમજીવી દીનાનાથ નારાયણ રાયએ આજથી બે વર્ષ પૂર્વે આરોપી દબલકુમાર ઉમેશરાય યાદવ અને બબલ કુમાર ઉમેશરાય યાદવના પિતાને માર માર્યો હતો. જે વાતનું બન્ને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું તેમ છતાં આરોપીઓએ એ વાતનું મનદુઃખ રાખી મૃતક શ્રમજીવીને લાલચાવી ફોસલાવી

ભચાઉના ચિરઈ પાસે આવેલી લાલસન પ્લાયવુડ ફેકટરીની વસાહતના રમ નંબર 9માં લઇ આવી, મોડી રાત્રીના હતભાગી ઉપર હુમલો કરી, લાકડાના ધોકા તથા ગળદા પાટુનો માર મારી ઢીમ ઢાળી દીધું હતું. હત્યાની ઝીણવટભરી તપાસ બાદ પીઆઇ ઝેડ એન ઘાસુરા અને સ્ટાફે બન્ને આરોપી ભાઈઓને ઝડપી લઈ હત્યા સહિતની કલમો તળે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...