કરુણાંતિકા:સામખિયાળીથી માટેલ પુનમ ભરવા જતા બે બાઇક સવાર યુવાનોના અકસ્માતમાં મોત

સામખિયાળી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંનેે પરિવારો પર જાણે આભ તૂટી પડ્યું : અજાણ્યા વાહન ચાલક સામે નોંધાઇ ફરિયાદ

ભચાઉ તાલુકાના સામખિયાળીથી માટેલ બાઇક પર પુનમ ભરવા જઇ રહેલા બે યુવાનને માર્ગ અકસ્માતરૂપી કાળ ભરખી ગયો હોવાની ઘટનાથી બે આધારસ્તંભ યુવાનોના મોતને કારણે પરિવાર ઉપર આભ ફાટી નિકળ્યું છે. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, સામખીયાળી ના મહેસાણાનગરમાં રહેતા અને ઇલેક્ટ્રિક કામ કરતા ઈશ્વરભાઈ કરશનભાઈ રાવલ અને અમરશીભાઈ રણછોડભાઈ કોળી નામના બે યુવાનો બાઈક પર સામખિયાળીથી માટેલધામ ખાતે પુનમ ભરવા જતા હતા.

તે દરમિયાન શુક્રવારે મોડી રાતે 12 :30 વાગ્યે ટીંબડી ગામના પાટિયા પાસે અજાણ્યા વાહને ઠોકર મારતા બન્ને યુવાન પટકાયા હતા. ઘટનામાં ઈશ્વર ભાઈને માથામાં ગંભીર ઈજા પહોચી હતા જયારે અમરશીભાઈને પેટના ભાગે અને પગના ભાગે ને ગંભીર ઈજા પહોચતા બન્નેના કમકમાટી ભર્યા મોત થયા હતા. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ ની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બે પરિવારે આધાર ખોયો
મૃતક ઈશ્વરભાઈ મારાજને સંતાન માં 3દિકરી અને એક પુત્ર સૌથી નાનો છે અને ઘર એક જણ કમાનારો હતો અને તેમની સાથે રહેલ અમરસી ભાઈ કોલી મારાજ સાથે હેલ્પરનું કામ કરતો હતો અને તે મારાજ ગ્રામ પંચાયતનું રોડ લાઈટ નું કામ સાંભળતા હતા સાથે મંડપ માં લાઈટ ડેકોરાનું કામ પણ કરતા હતા.અમરશીફ કોલીના પિતા પંદર દિવસ પહેલાં અવસાન પામ્યા હતા અને સંતાનમાં બે પુત્ર છે તે ઘરમાં તે મોભી હતા.

અન્ય સમાચારો પણ છે...