ધરપકડ:માંડવીમાં છરીની અણીએ લૂંટ કરનાર બે આરોપી જબ્બે

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનાની માળા ભુજમાં શખ્સને વેચીમાર્યાની કબુલાત

માંડવી શહેરમાં એક અઠવાડીયા પૂર્વે છરીની અણીએ શિક્ષક સાથે લૂ઼ંટ ચલાવાના ચકચારી બનાવમાં સ્થાનિક પોલીસે માંડવીના જ બે રીઢા આરોપીઓને ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. આરોપીની પુછતાછમાં લૂંટેલી રૂદ્રાક્ષની સોનાની માળા ભુજના શખ્સને વેચી મારી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 22,500ની કિંમતના બે મોબાઇલ કબજે કરી વધુ તપાસ ચલાવી છે.

શહેરના દાદાની ડેરી પાસેથી નાગલપર દવા લેવા જવાના નામે શિક્ષક પોપટસિંહ કલસિંહ રાઠોડની મોટર સાયકલ પર બેસીને એકાંતવાડી જગ્યાએ છરીની અણીએ રૂપિયા 50 હજારની કિંમતની રૂદ્રાક્ષની સોનાની માળા અને રૂપિયા 15 હજારના મોબાઇલની લૂંટ ચલાવનારા રીઢા આરોપી અશગરઅલી ઉર્ફે ગજની ઓસમાણગની મિયાણા અને શામજી ગોવર ફફલ મોબાઇલ વેચવા શહેરમાં ફરતા હોવાની બાતમીના આધારે બન્નેને ઝડપી પાડ્યા છે.

આરોપીઓની પુછતાછમાં બન્ને સાથે મળીને શિક્ષક સાથે લૂંટ કરી હોવાની પોલીસને કબુલાત આપી હતી. જ્યારે આરોપીઓએ લૂંટેલી સોનાની રૂદ્રાક્ષની માળા ભુજના સિકંદર ખત્રીને વેચી દીધી હોવાનું કબુલાત કરતાં આરોપીઓ પાસેથી બે મોબાઇલ ફોન કબજે લઇ મુદામાલ રિકવર કરવા તપાસ હાથ ધરી છે. તો, પકડાયેલા આરોપી અશગરઅલી ઉર્ફે ગજની વિરૂધ માંડવી પોલીસ મથકમાં ચોરી, મારા મારી, દારૂ સહિતના 15 કેસો નોં આરોપી છે.

અન્ય સમાચારો પણ છે...