ભુજ તાલુકાના ખાવડા પાસેને મોટા પૈયા ગામે રહેતી મહિલાની છરીની અણીએ કપડા ફાડી આબરૂ લેવાનો પ્રયાસ કરનાર શખ્સને પુત્રએ પડકારતાં ઝપાઝપી બાદ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી અપાતાં આરોપી વિરૂધ ખાવડા પોલીસ મથકે છેડતી સહિતની કલમ તળે ગુનો નોંધાયો છે.
ભોગ બનાર 45 વર્ષીય પરિણીતાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ મંગળવારની ભાંગતી રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી મહિલા તેમના ઘર પાસે સુતા હતા. ત્યારે આરોપી મુકીમ સાલે સમા આવ્યો હતો. અને ફરિયાદી મહિલાની ચુંદડી ખેંચીને છરી બતાવીને મહિલાને ચુપ રહે જે કહીને કપડા ફાડી ફાડવાની કોશીશ કરી હતી. ફરિયાદી મહિલાએ રાડા રાડ કરતાં ફરિયાદી મહિલાનો પુત્ર દોડી આવ્યો હતો. આરોપી મુકીમને પકડવા જતાં બન્ને વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં ફરિયાદીના પુત્રને હાથમાં ઇજા પહોંચી હતી.
દરમિયાન આસપાસથી લોકો દોડી આવતાં ફરિયાદી મહિલાને ગાળો આપી આજે તુ બચી ગઇ છે. બીજીવાર એકલી મળીશ તો, તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ખાવડા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 354(બી), 323,506(2),294(બી) અને જીપીએક્ટ 135 મુજબ ગુનો દાખલ કરીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.