• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Truck Overturned Between Surajbari And Maliya, The Gateway To Kutch, Resulting In A Traffic Jam, Leaving Motorists Stranded For Hours.

25 કિમી સુધીનો ટ્રાફિક જામ:કચ્છના પ્રવેશદ્વાર સુરજબારીથી માળિયા વચ્ચે ટ્રક પલટી જતા ટ્રાફિક જામ સર્જાયો, કલાકો સુધી વાહનચાલકો ફસાયા

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતા સુરજબારી ધોરીમાર્ગ પર ફરી એક વખત વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા છે. ગત રાત્રિના 2 વાગ્યે ટ્રેઈલર રોંગ સાઈડમાં આવી ગયુ હતું જેના કારણે ચોખા ભરીને મોરબીથી કચ્છ તરફ આવતી ટ્રક માળિયાના હરિપર આગળ પલટી ગઈ હતી. જેથી અકસ્માત થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાધિત થયો છે અને સવારના 11 વાગ્યા સુધી માર્ગ બંધ રહેતા 25 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જે બાદ ધીમે ધીમે વાહનો આગળ વધી રહ્યા છે. જોકે, હાલ પણ ટ્રાફિક જામ રહેતા વાહનચાલકો પરેશાન થયા છે.

મોરબી તરફના માર્ગને ખુલ્લો કરી દેવાયો
સદભાગ્યે અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. જોકે, માળિયા પોલીસ અને સુરજબારી ટોલગેટની ઇએમટી ટીમ દ્વારા હાલ મોરબી તરફના માર્ગને ખુલ્લો કરી દેવાયો છે. જેથી વાહનો ધીમી ગતિ સાથે આગળ વધી રહ્યા છે. જ્યારે માળિયાથી સામખીયાળી તરફ આવતાં વાહનો હજુ ટ્રાફિક જામમાં ફસાયેલા છે. જેના કારણે વાહન ચાલકોના સમય અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે.
પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવવાના પ્રયાસો શરૂ કર્યા
​​​​​​​
સામખીયાળીથી મોરબી તરફના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-8 એ પર આવેલા સુરજબારીથી માળિયા વચ્ચે અવારનવાર વિવિધ કારણોસર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે. જેના કારણે અહીંથી પસાર થતા લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. પરિવહન કરતા વાહનો સાથે ખાનગી વાહનો અને એસટી બસો ટ્રાફિકજામમાં ફસાઈ જતા સવાર લોકોને કલાકો સુધી અટવાઇ રહેવું પડતું હોય છે. ત્યારે ફરી એક વખત હરિપર અને દેવ સોલ્ટ વચ્ચે ટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માતના કારણે 25 કિલોમીટર જેટલો મહાટ્રાફિક સર્જાયો છે. જોકે, સુરજબારી ટોલ ગેટની ઇએમટી ટીમ અને માળિયા પોલીસ ટ્રાફિક પૂર્વવત કરાવવાના પ્રયાસો કરી રહ્યાનું સીકન્દર રાઉમએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...