એક્ટિવામાં લટકતું હેલ્મેટ માથા પર હોત તો...:ભુજના સ્મૃતિવન પાસે ટ્રકચાલકે એક્ટિવાને ટક્કર મારી, આધેડનું ઘટનસ્થળે જ મોત નિપજ્યું

કચ્છ (ભુજ )4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજની ભાગોળે આવેલા સ્મૃતિવન પાસે આજે સમી સાંજે વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં માધાપરથી ભુજ તરફ એક્ટિવા પર આવી રહેલા મીરજાપરના આધેડનું ટ્રક હડફેટે આવી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની કમનસીબી એ હતી કે મૃતક પાસે રહેલું હેલ્મેટ માથાના બદલે એક્ટિવાના કેરિયરમાં લટકતું જોવા મળ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી છે.

સ્મૃતિવન અમલમાં આવ્યા બાદ સામેના માર્ગે અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. તેમાં આજે માધાપરથી સુથારીકામ પૂર્ણ કરી મીરજાપર જવા નીકળેલા 48 વર્ષીય દીપક નારણ સુથારની એક્ટિવા નંબર GJ12 EA 4837ને ટ્રક નંબર GJ12 Z 9943ની ટક્કર લાગતા માથાનો ભાગ ચગડાઈ ગયો હતો. બનાવમાં ગંભીર ઈજાઓ પહોંચતા હતભાગીનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના શબને જીકે જનરલ હોસ્પિટલમાં પોસમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ભુજ પોલીસે અકસ્માતની પ્રાથમિક નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...