ભાસ્કર એક્સક્લુઝિવ:ટ્રેન્ડ બદલાયો : યુવાઓ હવે IT એજ્યુકેશન તરફ વળ્યા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 120 સીટ પૈકી બે રાઉન્ડમાં 60 ભરાઈ ગઈ,હજી પ્રવેશનો ધસારો હોવાથી ત્રીજો રાઉન્ડ બહાર પડશે
  • ગત વર્ષે ડીગ્રી લેનારા કચ્છ યુનિવર્સિટીના 30 વિદ્યાર્થીઓને નોકરી પણ મળી ગઈ : બહારની કંપનીઓને ના કહેવાની ફરજ પડી

કોરોનાકાળમાં મોટાભાગની કંપનીઓમાં 2 વર્ષ સુધી વર્ક ફ્રોમ હોમની સ્થિતિ રહી હતી તેમજ હાલમાં ટેકનોલોજી અને ઈન્ટરનેટનો જમાનો હોઈ મોટાભાગના વિદ્યાર્થીઓ આઇટી અને કોમ્પ્યુટરક્ષેત્રે જ કારકિર્દી બનાવવાનું વિચારતા હોય છે ત્યારે કચ્છમાં પણ ટ્રેન્ડ બદલાયો છે અને હવે વિદ્યાર્થીઓ આઈટી એજ્યુકેશન તરફ વળ્યા હોવાથી યુનિવર્સિટીમાં કાર્યરત કોર્સમાં 120 સીટ પૈકી બે રાઉન્ડમાં 60 જગ્યા ભરાઈ ગઈ છે અને હજી પ્રવેશનો ધસારો હોવાથી ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે.

કોમ્પ્યુટર એન્ડ સાયન્સ વિભાગના હેડ ડો.મહેશ મુલાણીએ જણાવ્યું કે,IT ક્ષેત્રે યુનિવર્સિટીમાં કુલ 3 કોર્સ ચાલે છે.જેમાં કુલ 120 સીટ છે હાલમાં બે રાઉન્ડ બહાર પડયા છે જેમા 60 વિદ્યાથીને એડમિશન મળી ગયા છે અને હજી પણ અરજીઓ આવી રહી છે તેમજ ઘણા વિદ્યાથીઓ પરીક્ષા આપતા હોઈ અરજી આવી શકે તેમ છે જેથી ત્રીજો રાઉન્ડ પણ બહાર પાડવામાં આવશે.અગાઉના વર્ષોની તુલનાએ ધસારો સારો છે.15 મી જુલાઈથી રેગ્યુલર વર્ગો પણ શરૂ થઈ જશે.

રોજગારી બાબતે આ ફિલ્ડમાં વિપુલ તકો હોવાનું જણાવી ગત વર્ષે 30 વિદ્યાથીને ભુજમાં નોકરીનું પ્લેસમેન્ટ મળ્યું હોવાનું કહ્યું હતું. આઇટી-કોમ્પ્યુટરની કંપનીઓ દ્વારા યુનિવર્સિટી સમક્ષ માંગણી મુકવામાં આવતી હોય છે,સ્થાનિકે જ રિકવાયરમેન્ટ ઘણી હોવાથી અમદાવાદની કંપનીને ના કહેવાની પણ ફરજ પડી હોવાનું ઉમેર્યું હતું.

યુનિ.માં થાય છે આ 3 કોર્સ
{MSc.NIT : 5 વર્ષનો કોર્સ હોય છે જેમાં 12 સાયન્સ કે કોમર્સ પાસ છાત્ર એડમિશન લઈ શકે છે.ખાસ તો 3 વર્ષ પછી ગ્રેજ્યુએશનની ડીગ્રી લઈ શકાય છે.5 વર્ષ પૂર્ણ કરો તો
માસ્ટર ડીગ્રી મળે.
{MSc.IT : BCA (બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન) કરેલ સ્ટુડન્ટ પ્રવેશ લઈ શકે છે અને માસ્ટરડીગ્રી મેળવી શકાય છે.
{PGDC : પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો આ કોર્ષ 1 વર્ષનો હોય છે જેમા આઈટી અવેરનેસ તેમજ કોમ્પ્યુટરની બેઝિક તાલીમ આપવામાં આવે છે.

સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન લેબ નવા પ્રોજેકટ માટે 2 થી 3 લાખનું આપે છે ફંડ
આઇટી વિભાગમાં અભ્યાસ કરતા યુવાનો કઈક નવું કરી શકે તેમજ પોતાના ઇનોવેટિવ આઈડિયાની મદદથી પ્રોજેકટ બનાવવા માંગતા હોય તો તેઓ માટે પણ પ્લેટફોર્મ ઉભુ કરવામાં આવ્યું છે.અહીં ખાસ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન લેબ છાત્રોની પ્રોજેકટ માટે 2 થી 3 લાખનું ફંડ આપેે છે.શરુઆતમાં 20 હજાર અપાય છે જે બાદ તબક્કાવાર રકમ ફાળવાય છે.

7 થી 10 લાખની કિંમતના સુપર કોમ્પ્યુટર માટે દરખાસ્ત મુકાઈ
આઇટી ક્ષેત્રે વિદ્યાર્થીઓ વધુ સંશોધન અને અભ્યાસ કરી શકે તેવા આશયથી સુપર કોમ્પ્યુટરની પણ માંગણી મુકવામાં આવી છે.જે ટોપ ક્લાસ યુનિવર્સિટીમાં હોય છે ગુજરાત સરકાર દ્વારા 7 થી 10 લાખની કિંમતનું આ સુપર કોમ્પ્યુટર આપવામાં આવે છે જે માટે દરખાસ્ત કરાઈ છે.

ડ્રાઇવરને ઊંઘ આવે તો ઓટોમેટીક અવાજ થાય તેવું ડિવાઇસ પણ બનાવાયું
યુનિવર્સિટીની સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન લેબની મદદ લઇ એક છાત્રએ અનોખું ડિવાઇસ બનાવ્યું હતું.ડ્રાઇવરને ઊંઘ આવે ત્યારે ઓટોમેટીક બીપબીપ અવાજ આવે તેવું મશીન બનાવાયું હતું આ સિવાય પણ 4 થી 5 અલગ અલગ પ્રોજેકટ કરવામાં આવ્યા હોવાનું પ્રોફેસર ડો.મહેશ મુલાણીએ જણાવ્યું હતું.

ચિંતા : કચ્છના ઘણા યુવાઓ સ્થાનિકના બદલે બહારે ભણવા જવાનો રાખે છે મોહ
ધો.12 પૂર્ણ કર્યા બાદ હવે કોર્સ તરફ વિદ્યાથીઓનું ધ્યાન ખેંચાયું છે જેમાં તબીબી, એન્જીનિયર,સીએની સાથે આઇટી,કોમ્પ્યુટર લાઈનમાં પણ તેઓ આગળ વધી રહ્યા છે પણ ઘણા યુવાઓ કચ્છ મૂકીને અન્ય જિલ્લાઓ અને યુનિવર્સિટીમાં ભણવા માટે જઇ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

JEE/NEET ની પરીક્ષા માટે અમદાવાદનો ધક્કો બચ્યો
અગાઉ JEE/NEET ની પરીક્ષા માટે વિદ્યાથીઓને અમદાવાદ સુધી જવું પડતું હતું પણ હવે યુનિવર્સિટીમાં જ પરીક્ષા લેવાઈ રહી છે.યુનિવર્સિટીમાં 120 કોમ્પ્યુટર હોવાથી છેલ્લી છ પરીક્ષા અહીં જ લેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...