આજે વિશ્વ ગદર્ભ દિવસ:માલ-સામાનની હેરફેર, ખેતીમાં ઉપયોગી છતાં ગધેડાની થતી અવગણના

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં 1733 ગદર્ભ : સાૈથી વધુ ભુજ તાલુકામાં 921

8મી મે, આજે વિશ્વ ગદર્ભ દિવસ છે, જો કે, ખેતી સહિત માલ-સામાનની હેરફેર માટે અતિ ઉપયોગી અેવા અા પશુની અવગણના થાય છે.આપણે મુર્ખ કહીને અવગણીએ છીએ તે ગધેડાની વાત કરીઅે તો આ વર્ષે કાળા ડુંગરની ગોદમાં આવેલા પચ્છમ વિસ્તારમાં વરસાદ અોછી માત્રામાં પડેલું હોઇ ગાયો માટે ઘાસચારાની ખુબ જ તંગી છે, જેથી માલધારીઅો પોતાની ગાયોને બચાવવા ગદર્ભ ઉપર ઘાસચારો લઈને ગાયોને બચાવવાના પ્રયત્નો કરે છે.

કાળા ડુંગર વિસ્તારમાં ગધેડો પોતે તેનું પેટ ભરી, ત્યારબાદ ગાયોને બચાવવા માટે પોતાની પીઠ પર ચારો લઇ જાય છે. પચ્છમ વિસ્તારમાં ગદર્ભનો ખેતી, પાણી, ઘાસચારો અને માલધારીઓ પોતાનું માલ-સામાનની હેરફેર માટે ઉયપોગ કરે છે. સહજીવન સંસ્થાના જબ્બાર સમાઅે જણાવ્યું હતું કે, વર્ષ 2016-17 મુજબ જિલ્લામાં ગદર્ભ પાળનારા 928 માલધારીઅો છે અને વર્તમાન સમયે ગધેડાની સંખ્યા 1733 છે, જેમાંથી સાૈથી વધુ ગદર્ભ ભુજ તાલુકામાં 921 છે, જયારે સાૈથી અોછા ગાંધીધામ તાલુકામાં માત્ર 3 છે.

કચ્છમાં વર્ષ 2016-17 મુજબ તાલુકાવાર ગધેડા

તાલુકોસંખ્યા
ભુજ921
લખપત58
અબડાસા133
ભચાઉ4
મુન્દ્રા108
માંડવી87
રાપર149
અંજાર48
ગાંધીધામ3
નખત્રાણા222
અન્ય સમાચારો પણ છે...