રાજ્ય પોલીસ વડા દ્વારા 192 પોલીસ સબ ઇન્સ્પેક્ટર તદ્દન હંગામી ધોરણે પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં કચ્છમાં ફરજ બજાવતા 6 પીએસઆઇને પીઆઇ તરીકે બઢતી આપવા સાથે બદલી કરાઇ છે, જ્યારે અન્ય જિલ્લાઓમાંથી 9 બઢતી પામેલા પીઆઇને કચ્છમાં નિમણૂક આપવામાં આવી છે.
હુકમમાં જણાવ્યા મુજબ કનુભાઇ સોમાભાઇ ચૌધરીને આણંદથી પશ્ચિમ કચ્છ, કિરીટસિંહ ચંદ્રસિંહ વાઘેલાને જામનગરથી પશ્ચિમ કચ્છ, પુર્વ કચ્છના મેઘરાજસિંહ ભુરુભા ઝાલાને જુનાગઢ, પશ્ચિમ કચ્છના મોટીભાઇ કલાભાઇ ચૌધરીને નર્મદા, વડોદરા ગ્રામ્યના હિંમાશુ મોહનભાઇ વાઘેલાને પશ્ચિમ કચ્છ, એટીએસના વિનોદકુમાર વિજાભાઇ ભોલાને પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છના ગોપાલભાઇ કલાભાઇ વહુનિયાને અરવલ્લી, ગીર સોમનાથના સંદીપસિંહ નરેન્દ્રસિંહ ચૂડાસમાને પશ્ચિમ કચ્છ, પુર્વ કચ્છના વિજયભાઇ લક્ષ્મણભાઇ પરમારની જિલ્લામાં જ અને પશ્ચિમ કચ્છના એન્ડુઝ જયરામભાઇ અન્સારીની જિલ્લામાં જ બદલી કરવામાં આવી હતી.
આ સિવાય વડોદરા ગ્રામ્યના અનિરૂદ્ધભાઇ ઘનશ્યામભાઇ પરમારને પશ્ચિમ કચ્છ, એટીએસના રાકેશ જયંતીલાલ ઠુમરને પશ્ચિમ કચ્છ, પશ્ચિમ કચ્છના અજયસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાની કરાઇ પોલીસ એકેદમીમાં બદલી કરવામાં આવી હોવાનો હુકમ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.