મોટી દુર્ઘટના ટળી:ભચાઉના વોન્ધ નજીકના ધોરીમાર્ગ પર ટ્રેલરના ટાયર નીકળીને રોડ પર દોડતા થયા, સદભાગ્યે અકસ્માત ટળી જતાં લોકોમાં રાહત

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • ભચાઉ તરફ જતું ટ્રેલર ટાયર નીકળી જતા રસ્તાની બાજુમાં ઉભું રહી ગયું

પૂર્વ કચ્છના ગાંધીધામ સામખીયાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે શુક્રવાર સવારે માલવાહક ટ્રેલર ભચાઉ તરફ આગળ વધી રહ્યું હતું. ત્યારે વોન્ધ નજીક તેમાંથી પાછળનું ટાયર નીકળી ગયું હતું અને માર્ગ પર ગતિભેર દોડતું રહ્યું હતું. માર્ગ પર દોડી રહેલા એકલા ટાયરથી વાહનચાલકોમાં અચરજ ફેલાયું હતું. જો કે ટાયર નીકળી ગયાની જાણ થતાં ટ્રેલર બાજુમાં ઉભું રાખી દેવાયું હતું. સદભાગ્યે આ બનાવમાં દુર્ઘટના થતી અટકી હતી. પરંતુ માર્ગ પર દોડી રહેલા ટાયરથી પાછળ આવતા વાહનો અકસ્માતના ભયે ધીમા પડી ગયા હતા.

ટ્રેક્ટર ચાલકે દોડતા ટાયરનો વીડિયો રેકોર્ડ કરી લીધો
માલવાહક ટ્રેલરમાંથી ટાયર નીકળી ગયા બાદ રોડ પર રફ્તાર સાથે દોડતું હોવાની ઘટના આજે વોન્ધ નજીકના ધોરીમાર્ગ પર બની હતી. જેનો વીડિયો સ્થાનિક ટ્રેક્ટર ચાલકે પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધો હોવાનું રમજું છત્રાએ જણાવ્યું હતું. સદભાગ્યે આ ઘટનામાં અન્ય કોઈ અકસ્માત સર્જાયો ના હોવાથી હાજર વાહન ચાલકોમાં રાહત ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...