એકસાથે ચાર વાહનોનો અકસ્માત:અંજારના રત્નાલ-કુકમા વચ્ચે મધરાતે ટ્રેલર, ટેમ્પો, ટ્રક અને કાર એકબીજા સાથે અથડાઇ પડ્યાં, 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોટવાઈને ઉભેલા ટ્રેલર પાછળ, ટેમ્પો ટકરાઈને પલટી મારી ગયો
  • ટ્રકને અચાનક બ્રેક લાગતાં ભુજ તરફથી આવતી કાર ટ્રક પાછળ ઘુસી ગઇ
  • ટ્રેલર, કાર અને ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં ટ્રાફિક બાધિત થયો

ભુજ અંજાર ધોરીમાર્ગ પરના રત્નાલ-કુકમા ગામ વચ્ચે આવતા વગડીયા ફાર્મ પાસે ગઇકાલે શુક્રવારે મધરાતે એકસાથે ચાર વાહનો એકમેક સાતે ટકરાઈ પડ્યાં હતાં. આ અકસ્માતમાં 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી.

ટ્રેલર પાછળ ટેમ્પો ટકરાઈને પલટી મારી ગયો

ભુજથી અંજાર જતા ધોરીમાર્ગ પર કુકમા અને રત્નાલ વચ્ચે આવતા વગડીયા ફાર્મ પાસે ગત મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. તેમાં મળતી પ્રાથમિક માહિતી મુજબ સાઈડમાં ખોટવાઈને ઉભેલા ટ્રેલર પાછળ, આયસર ટેમ્પો ટકરાઈને પલટી મારી ગયો હતો. એ જ સમયે અન્ય ટ્રક પણ અથડાઈ પડી હતી.

ટ્રકે બ્રેક મારતાં પાછળ આવતી કાર ઘુસી ગઇ

દરમિયાન ટ્રકને અચાનક સોલિડ બ્રેક લાગતાં ભુજ તરફથી આવતી કાર ટ્રક પાછળ ઘુસી ગઇ હતી. અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિને અને ટેમ્પો ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જો કે આજે સાંજ સુધીમાં આ અકસ્માતની ઘટના પોલીસના ચોપડે ચડી નથી.

અન્ય સમાચારો પણ છે...