ભુજનો વિસ્તાર અને વસ્તી વધતા વાહનો પણ મોટી સંખ્યામાં થઈ ગયા છે. 21 વર્ષ પહેલાં ધરતીકં બાદ પાંચ નાકાની અંદરનું ભુજ રિંગરોડ બન્યા તો પણ હવે ટૂંકું પડે છે. પહોળા રસ્તા જે તે સમયે બન્યા ત્યારે કલ્પના પણ નહીં હોય કે બે જ દાયકામાં આ રસ્તાઓ સાંકડા લાગશે. હાલ પ્રવાસીઓ ઉપરાંત બજારમાં દૈનિક એટલી અવરજવર વધી ગઈ છે કે દ્વિચક્રી વાહનો અને કાર જેવા મોટા વાહનો છઠ્ઠીબારી રિંગ રોડ થી અનમરીંગ રોડ અને આશાપુરા રીંગરોડ પર દિવસમાં સવાર અને સાંજ ટ્રાફિક જામ સર્જે છે.
ખાસ કરીને તળાવ શેરી પાસે અને વ્હાઈટ બિલ્ડિંગ પાસેના રિંગ રોડ પર પાર્કિંગ થયેલા વાહનોને કારણે પસાર થતા વાહનો પંદર મિનિટ સુધી અટવાયેલા રહે છે. જોકે પોલીસની ટ્રાફિક શાખાનો સ્ટાફ હોવા છતાં પણ વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવામાં સમય લાગી જાય છે.
ફરજ પરનો પોલીસ કર્મચારી પણ આસપાસના શોપિંગ કોમ્પલેક્ષ અને દુકાનોના પાર્કિંગ તેમજ તેમને ત્યાં આવેલા ગ્રાહકોના વાહન પાર્કિંગને કારણે સતત વાહનો નીકળી જાય તેની મથામણ કરતા હોય છે. અહી આવેલા મોટા કોમ્પલેક્સનું પોતાનું પાર્કિંગ ન હોવાથી રસ્તા ઉપર પાર્કિંગ કરે છે જે ગેર વ્યાજબી છે તેનો નિવેડો નગરપાલિકા અથવા પોલીસ વિભાગે લઈ આવવો પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.