અકસ્માતને પગલે ચક્કાજામ:ભચાઉ-સામખિયાળી વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રેઈલર સાથે કાર અથડાઇ પડતાં ટ્રાફિક અવરોધાયો

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોન્ધ નજીક હોટલ ધનરાજ પાસે અકસ્માત સર્જાયો, સદભાગ્યે જાનહાનિ ટળી
  • નલિયાના વી.આર.ટી.આઈ ત્રણ રસ્તા નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માત, બે લોકોને ઇજા

સામખિયાળીથી ભચાઉ તરફના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે શનિવારે બપોરે આગળ જતાં ટ્રેલર સાથે પાછળથી આવતી કાર ધડાકાભેર અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો. હોટલ ધનરાજ સામે થયેલા અકસ્માતના કારણે બંન્ને અકસ્માતગ્રસ્ત વાહનો માર્ગની વચ્ચે ઉભા રહી ગયા હતા. જેને લઈ એક તરફના ધોરીમાર્ગ પર ટ્રાફિક અવરોધાયો હતો. બાદમાં દોડી આવેલી હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ટ્રાફિક પૂર્વવત કરાવાયો હતો. ઉપરાંત લિયાના વી.આર.ટી.આઈ ત્રણ રસ્તા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોને ઇજા થઇ હતી.

ભચાઉ પાસે ધોરીમાર્ગ પર સર્જાયેલા કાર અકસ્માતની તસવીર
ભચાઉ પાસે ધોરીમાર્ગ પર સર્જાયેલા કાર અકસ્માતની તસવીર

ભચાઉ-વોન્ધ નજીકના ધોરીમાર્ગ પર 6 લેન હાઇવે બનવા છતાં અકસ્માતનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. આજે ફરી હોટેલ ધનરાજ સામે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારની આગળનો ભાગ સંપૂર્ણ નાશ પામ્યો હતો. જો કે ગંભીર દેખાતા અકસ્માતમાં સદભાગ્યે જાનહાનિ ટળી હતી. પરંતુ અક્સ્માતમાં કારને ભારે નુકશાન થયું હતું. અકસ્માતનાં કારણે થોડીવાર માટે ટ્રાફિક સર્જાયો હતો અને વાહનોની કતારો પણ જમા થઈ ગઈ હતી. બનાવની જાણ નેશનલ હાઇવે વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક પર નિયંત્રણ મેળવ્યો હતો.

નલિયામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

અકસ્માતની બીજી ઘટના અબડાસાના નલિયા પાસે બની હતી જેમાં નલિયાના વી.આર.ટી.આઈ ત્રણ રસ્તા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આગળ જતી ઇકો કારને ટ્રકે પાછળથી ટક્કર મારતા કાર માર્ગ વચાળે ઊંધી વળી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ઇજા પહોંચી હતી. જેમને 108 દ્વારા ભુજની જીકે જનરલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે નલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...