કર્મચારીઓ મુશ્કેલીમાં:પાલિકા અને આંગણવાડીમાં વિલંબથી પગારની પરંપરા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળમાં સ્થાનિકેથી પગાર બિલ બનાવવામાં અાળસ

ભુજ નગરપાલિકા અને જિલ્લાની અાઈ.સી.ડી.અેસ. તાબાની અાંગણવાડીઅોના હેલ્પર અને વર્કર્સને 11મી જુલાઈ સુધી પગાર થયા ન હતા. જેના મૂળમાં સ્થાનિકેથી પગાર બિલ બનાવવામાં અાળસ છે. પરંતુ, દરવખતે જવારદારો અલગ અલગ કારણો અાપીને વેળાસર પગાર ચૂકવવાની જવાબદારીમાંથી છટકી જાય છે.

ભુજ નગરપાલિકામાં કાયમી મહેકમમાં અાવતા અને ઊંચા પગાર મેળવતા કર્મચારીઅોને વેળાસર પગાર થઈ જાય છે. પરંતુ, શાખા અધિકારીઅો રોજંદાર અને ફિક્સ વેતનથી કામ કરતા કર્મચારીઅોના પગાર બિલ બનાવવામાં અાળસ કરે છે, જેથી અડધો માસ વીત જાય ત્યારે અને ક્યારેક તો મહિનાના અંતે પગાર થતા હોય છે.

જોકે, મુખ્ય અધિકારી જીગર પટેલે દરેકને 1લી તારીખે પગાર ચૂકવવાનો અાગ્રહ રાખ્યો છે અેટલે થોડા સમયથી સુધારો અાવ્યો છે. પરંતુ, તાજેતરમાં અેકાઉન્ટ અોફિસરની બદલી થતા પગાર વિલંબથી થયો હતો. અેવી જ રીતે જિલ્લા પંચાયતમાં અાઈ.સી.ડી.અેસ. કચેરી છે. જેના તાબામાં જિલ્લાની તમામ અાંગણવાડીઅો છે. જેમના હેલ્પર અને વર્કર્સને પણ વેળાસર પગાર ચૂકવવાની તસદી લેવાતી નથી, જેથી અોછા પગારે માંડ ગુજરાન ચલાવતા કર્મચારીઓ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. પરંતુ, જવાબદાર અધિકારીના પેટનું પાણી હલતું નથી. દર વખતે નવા નવા કારણો અાપી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...