ટ્રેક્ટરની સાથે ચાલકનો આબાદ બચાવ:અબડાસા તાલુકાની સીંઘોડી નદીમાં ટ્રેક્ટર ટ્રોલી ફસાઈ, જેસીબી મશીન વડે રેસ્ક્યુ કરી બહાર લવાઈ

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાપક વરસાદ પડતાં ચાર દિવસથી સીંઘોડી તરફનો માર્ગ બંધ છે

પશ્વિમ કચ્છના સરહદી અબડાસા તાલુકામાં પડેલા વરસાદ બાદ અનેક માર્ગો ધોવાઈ જતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તાલુકાના સીંઘોડી ગામનો માર્ગ પણ નદીના વહેણમાં ધોવાઈ જતા બંધ થયો છે. ત્યારે સીંઘોડી ગામ તરફથી નલિયા બાજુ આવતું ટ્રોલી સાથેનું ટ્રેકટર નદીના વહેણમાં ફસાઇ જતા મુશ્કેલીમાં મુકાયું હતું. જોકે બાદમાં સ્થાનિક લોકો દ્વારા જેસીબી મશીન વડે પાણી બહાર ખેંચી લેતા ટ્રેકટર સાથે ચાલકને બહાર લાવી બચાવી લેવાયા હતા.

ટ્રેક્ટર સાથે ચાલકનો આબાદ બચાવ થયો
આજે બુધવારે બપોરે સીંઘોડી ગામ તરફથી નીકળેલું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર કોઝવે પર વહી રહેલા અવિરત પાણીના પ્રવાહમાં ફસાઈ ગયું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જેસીબી મશીન મંગાવી ફસાયેલા ચાલક સાથેના ટ્રેક્ટરને બહાર ખેંચી બચાવી લીધા હોવાનું કપિલ જોશીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...