ભુજ શહેરના ઐતિહાસિક દરબારગઢ ખાતે આવેલા પ્રાગ મહેલમાં હસ્તકળા કમિશ્નર અને હસ્તકળા સંરક્ષણ પ્રોડ્યુસર કંપની દ્વારા રાજ પરિવારના સહયોગથી હસ્ત કારીગરીને ઉજાગર કરતા દસ દિવસીય મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેના બીજા દિવસે આજે શનિવારે સ્થાનિક સાથે અહીં પધારતા સહેલાણીવર્ગે મુલાકાત લઈ વિવિધ વસ્તુઓની ખરીદ કરી હતી. ઘર સજાવટ સાથે વસ્ત્ર પરિધાન અને ઘરેણાઓ સહિતની સામગ્રીઓ મુલાકાતીઓમાં આકર્ષણ રૂપ બની રહી છે. જ્યાં 30 જેટલા કારીગરો સ્વહસ્તે બનાવેલી વસ્તુઓનું વેંચાણ કરી ખુશી અનુભવી રહ્યાનું જાણવા મળ્યું છે.
ભુજના આયના મહેલ નજીક પ્રાગ મહેલ ખાતે આયોજિત 10 દિવસીય હેંડીક્રાફ્ટ ફેસ્ટિવલ વિશે રાજ પરિવારના ઇન્દ્રજીતસિંહ જાડેજાએ કહ્યું કે કચ્છ અને તેની સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે રાણીબા પ્રીતિદેવી સદા સહયોગ આપતા રહે છે. ત્યારે હસ્તકળા સાથે કચ્છીયતથી પ્રવાસીઓ અવગત થાય અને હસ્ત કારીગરોને તેનો ફાયદો મળે તેવા હેતુસર શરૂ થયેલા વેંચાણ અને પ્રદર્શની માટે રાજ પરિવાર સદા સહયોગી બનતો રહશે. આ વેળાએ હસ્તકળા કમિશનર રવિવીર ચૌધરી, તેરા ઠાકોર મયુરધ્વજસિંહ, રાણી આરતીબા, કુમાર હર્ષાદીત્યસિંહ, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, દાદુભા સોઢા, રાજસિંહ ગોહિલ, પ્રમોદ જેઠી, વગે૨ે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.