આયોજન:ડિજીટલ ડોક્યુમેન્ટેશન બાદ તોરણીયા નાકા, રાણીવાસ અને દરબારગઢનું થશે પુન:સ્થાપન

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રાગમહેલ દરબારગઢ ભુજ અને સેપ્ટ-અમદાવાદના સંયુકત ઉપક્રમે કચ્છના પ્રાચિન વિરાસતોના ડિજીટલ ડોક્યુમેનટેશનનું કાર્ય છેલ્લા ૬ મહિના થી શરૂ કરવામાં આવ્યું છે. છ દિવસથી ચાલતુ થ્રી ડી લેઝર સ્કેનનું કાર્ય પુરૂ થયુ છે.

ભૂકંપમાં ક્ષતિ પામેલા દરબાર ગઢના પૂર્વસ્થાપન તેના મૂળ રૂપમાં જ થાય એવી કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા અને મહારાણીબા પ્રીતી દેવીની ઇચ્છા હતી. અને તેમની એ ઇચ્છા પરીપૂર્ણ કરવાના ભાગ રૂપે ડિજીટલ ડોક્યુમેનટેશન અને થ્રી ડી લેઝર સ્કેન પદ્ધતિ દ્વારા આ ઇમારતોનું ડિજીટલ રેકોર્ડ બનાવવામાં આવી રહ્યું છે, ત્યારબાદ તોરણીયા નાકા, રાણીવાસ, દરબારગઢ વગેરેનું સમારકામ અને પુર્નસ્થાપન એના મૂળરૂપમાં કરી શકાય.

આ વર્કશોપમાં ભાગ લેનાર પ્રત્યેકને કુંવર ઇન્દ્રજીતસિંહજીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આર્ચીવ આર્કીટેકટ શ્રીરાજસિંહ ગોહીલ, પ્રાગમહેલ આર્ચીવ ક્યુરેટેર દલપતભાઇ દાણીધારીયા, વિજેશભાઇ પુંજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...