ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઅોનું અાજે પરિણામ છે, જેમાં કચ્છ જિલ્લાના 1346 પરીક્ષાર્થીઅો ઉત્કંઠા સાથે શાળામાં પહોંચી જશે. બીજી તરફ ગુજકેટના 1549 પરીક્ષાર્થીઅોના પરિણામ જાહેર થશે.
શિક્ષણ બોર્ડ બોર્ડની પરીક્ષાના પરિણામ વહેલા જાહેર કરે અેવું ઘણા સમયથી ચર્ચાતું હતું અને બુધવારે બપોરે જાહેરાત કરી દીધી કે ગુરુવારે સવારે 10 વાગે વેબસાઈટ ઉપર મૂકવામાં અાવશે. વિદ્યાર્થીઅો પોતાના બેઠક ક્રમાંક અેન્ટર કરીને જોઈ શકશે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, ગુણપત્રક, પ્રમાણપત્ર અને અેસ.અાર. શાળાવાર મોકલવાની જાણ હવે પછી થશે.
કચ્છ યુનિ. દ્વારા વધુ 3 પરીક્ષાના પરિણામો જાહેર કરાયા
કચ્છ યુનિવર્સિટી દ્વારા વિવિધ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં લેવાયેલી એલએલબીના ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં 278 ઉમેદવારો પૈકી 230 પાસ થતા 82.73 ટકા રિઝલ્ટ આવ્યું છે જ્યારે 21 ફેઇલ અને 27 જણા નપાસ થયા હતા તો M.P.A. (માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન)ની ચોથા સેમેસ્ટરની પરીક્ષા 3 ઉમેદવારોએ આપી હતી જે પાસ થઈ જતા 100 ટકા રિઝલટ આવ્યું છે દરમ્યાન માસ્ટર ઓફ સોશ્યલ વર્કની સેમેસ્ટર 4 ની કસોટીમાં કુલ 64 પૈકી 57 ઉમેદવાર પાસ થયા છે જ્યારે 7 ફેઈલ થયા હોવાની વિગતો જાહેર કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.