શિક્ષણ:આજે ધોરણ 12 સા.પ્રવાહના 12153 છાત્રોનું ભાવિ નક્કી થશે

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે ધોરણ 10ના કચ્છના 30736નું પરિણામ જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-અેપ્રિલ 2022માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર અાજે શનિવારે સવારે અાઠ વાગ્યે જાહેર કરવામાં અાવશે. કચ્છ જિલ્લાના ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા અાપનારા 12153 છાત્રોનું અાજે ભાવિ નક્કી થશે. અાજે સવારે બોર્ડની વેબસાઇટ પર અાઠ વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં અાવશે, તો સોમવારે ધોરણ 10ના 30736 છાત્રોનું ભાવિ નક્કી થશે. વિદ્યાર્થીઅે પોતાના પરિણામનું બેઠક ક્રમાંક અેન્ટર કરી પરિણામ જાણી શકશે. ગુણપત્રક, પ્રમાણપત્ર અને અેસ.અાર. શાળાઅોમાં મોકલવા અંગેની જાણ ટૂંક સમયમાં કરવામાં અાવશે.

પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વિકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની સૂચનાઅો અંગે શિક્ષણ વિભાગ દ્વારા અાગામી સમયમાં પરીપત્ર જાહેર કરવામાં અાવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ભુજ ઝોનના 7 કેન્દ્રો પર 6865, ગાંધીધામના 6 કેન્દ્ર પર 5288 છાત્રોઅે પરીક્ષા અાપી હતી, તો ધોરણ 10માં ભુજના 11 કેન્દ્ર પર 10783, ગાંધીધામના 13 કેન્દ્ર પર 12696 અને નખત્રાણાના 12 કેન્દ્ર 7257 છાત્રોઅે પરીક્ષા અાપી હતી.

જિલ્લાના A-1 મેળવનારા વિદ્યાથીઓને ઈજન
ધો.12 સામાન્યપ્રવાહમાં A-1 ગ્રેડ મેળવનારા કચ્છના વિદ્યાથીઓએ પોતાનો ફોટો,ટકા-ગુણાક અને શાળાનું નામ સાંજે 5 વાગ્યા પહેલા દિવ્ય ભાસ્કરના ભુજ -ગાંધીધામ કાર્યાલયમાં અથવા નજીકના પ્રતિનિધિને કે edtbhuj@gmail.com પર મોકલી આપે તેવો અનુરોધ છે.

અન્ય સમાચારો પણ છે...