આયોજન:આજે ભુજ નગરપાલિકામાં 8મા તબક્કાનો શહેરી સેવાસેતુ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 વિભાગની 56 સેવાઓ એક જ સ્થળે મળી શકશે
  • સવારે 9થી સાંજે 5 ​​​​​​​વાગ્યા સુધી અરજદારો હાજર રહે

રાજ્યના પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમદા આશયથી મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાય છે. જેનો આઠમો તબક્કો અાજે ભુજ નગરપાલિકા કચેરીમાં યોજાશે.

પ્રથમ દિવસે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી 13 વિભાગોની વિવિધ 56 સેવા એક જ સ્થળે નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. અરજદારોની અરજી આધાર પુરાવા માટેની તમામ સુવિધા સ્થળે જ ઉપલબ્ધ કરવામાં આવશે. વિવિધ સેવાઓનો લાભ લેવા માટેની આધાર પુરાવા સાથેની અરજદારની રજુઆતો બપોરે 2 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.

અરજદારોની વ્યક્તિગત અરજીઓનો યોગ્ય નિકાલ માટે ભુજ વિસ્તારની વિવિધ કચેરીનાં અધિકારીઓ તેમના પ્રતિનિધિ સાથે હાજર રહેશે. જેનો પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ લાભ લેવો અેવું ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગર પટેલ દ્વારા જણાવાયું છે. સેવા સેતુમાં 13 વિભાગની વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...